GSTV
Gujarat Government Advertisement

નારાજ પત્નિએ પતિને બોલાવ્યો પિયરમાં, રાતે સુતી વખતે બ્લેડથી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ્સ, પત્ની થઈ ગઈ ફરાર

Last Updated on March 25, 2021 by

એક યુવકને પોતાની નારાજ પત્નીને મનાવવા માટે સાસરે જવાનું ખૂબ જ મોંઘુ પડી ગયું છે. ઉશ્કેરાયેલી પત્નીએ રાતે પતિ પર હુમલો કરી દીધો હતો અને બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ફરાર થઈ ગઈ હતી. 

કુશીનગરની ઘટના

આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આવેલા રામપુર ચાર રસ્તા હરબંશ પટ્ટી ખાતેની છે. પીડિત યુવકનું નામ ગોવિંદા કુમાર છે અને તે ગોપાલગંજના ઉચકાગામ થાણાક્ષેત્રમાં આવેલા જમસડી ગામનો રહેવાસી છે. પ્રાઈવેટ પાર્ટ કપાવાના કારણે ઘાયલ થયેલા યુવકને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

8 મહિના પહેલા થયા હતા લગ્ન

આઠ મહિના પહેલા પીડિત ગોવિંદા કુમારના લગ્ન વિભા કુમારી સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેની પત્ની સાસરામાં મળેલા ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હતી. બાદમાં 40 દિવસ પછી યુવક પત્નીને સમજાવીને ઘરે પાછી લાવ્યો હતો. જો કે, ત્યાર પછી તેની પત્ની ફરીથી ફરાર થઈ ગઈ હતી અને પિયર પોતાની માતા પાસે રહેવા લાગી હતી. 

પત્નીએ ફોન કરીને બોલાવ્યો

યુવકના કહેવા પ્રમાણે બુધવારે બપોરે તેની પત્નીએ તેને ફોન કરીને બોલાવ્યો હતો અને પોતે સાથે આવશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ તે સાસરે ગયો હતો અને 24 માર્ચે રાતે તેમણે સાથે ભોજન કર્યું હતું અને પછી એક રૂમમાં સુવા માટે ગયા હતા. 

યુવકના કહેવા પ્રમાણે રાતે તે સૂતો હતો તે સમયે તેની પત્નીએ બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો અને ફરાર થઈ ગઈ હતી. ત્યાર બાદ યુવકે ગોપાલગંજ ખાતે પોતાના ઘરનાઓને ઘટનાની જાણ કરી હતી અને તેઓ ત્યાં આવીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પીડિતે ફરિયાદમાં પોતાની પત્નીને નામજોગ આરોપી દર્શાવી છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો