GSTV
Gujarat Government Advertisement

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Last Updated on February 28, 2021 by

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ એક સુવિધા મળશે. રેલવેએ આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુસાફરી દરમિયાન ઘણીવાર ટ્રેનોમાં સિગ્નલની સમસ્યા થતી રહે છે, જેના કારણે આપણને ટ્રેનમાં ઇન્ટરનેટ ચલાવવામાં ઘણી મુશ્કેલી થતી રહે છે. આ સમસ્યા અંગે રેલવે હવે ટૂંક સમયમાં કેટલીક ટ્રેનોમાં Wi Fi સુવિધા શરૂ કરવા જઈ રહી છે. જો કે, આ સુવિધા ફક્ત રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં મળશે. આ સુવિધાથી હજારો મુસાફરોને મોટો ફાયદો થશે.

દેશભરમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં મુરાદાબાદ રેલ્વે વિભાગમાંથી પસાર થતી બે શતાબ્દી અને બે રાજધાની એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં 27 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એપ્રિલ પછી ટ્રેનો પર Wi-Fi સિસ્ટમ્સ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં દેશભરમાં 50 રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં Wi-Fi સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટે 55 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કા માટે 27 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું 

પ્રથમ તબક્કામાં રૂ .27 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યા છે. 31 માર્ચ, 2022 પહેલાં તે Wi-Fi ઇન્સ્ટોલ કરવા માટે ખર્ચ કરવામાં આવશે. રેલ્વેએ તેનું કામ રેલટેલને સોંપ્યું છે. મુરાદાબાદ રેલ્વે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં Wi Fi સુવિધા મળશે

અત્રે ઉલ્લેખનિય છે કે રેલ્વે કોરોના કાળમાં ઘણી ઓછી ટ્રેનો ચલાવી રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે, કેટલીક સ્પેશિયલ ટ્રેનોને વચ્ચે-વચ્ચે લંબાવવામાં આવી રહી છે જેથી મુસાફરોને વધુ સીટો મેળી શકે અને ટૂંક સમયમાં વેઇટિંગ ટિકિટની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. અહીં, રેલ્વેને ઘણી લોકલ ટ્રેનો ચલાવવાની પણ મંજૂરી છે જેથી મુસાફરોને ટૂંકા અંતર માટે વધારે મુશ્કેલી ન પડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો