GSTV
Gujarat Government Advertisement

સ્પર્શ કરવાથી શરીરમાં એકાએક કરંટ લાગવાનો અનુભવ થવાનું વૈજ્ઞાનિક કારણ આવ્યું બહાર, જાણી લેજો રહી ના જતા

કરંટ

Last Updated on March 24, 2021 by

કયારેક કોઇ પણ વસ્તું કે ચીજનો સ્પર્શ કરવાથી કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થાય છે. કયારેક તો આ અનુભવ એટલો સ્પષ્ટ હોય છે કે ચોંકી જવાય છે. તે માત્ર અડધી સેકન્ડ સુધીની અસર જ હોય છે. આ અનુભવ સૌ કોઇએ કયારેક તો કર્યો જ હશે પરંતુ આવું શા માટે થાય છે તેનું પણ વૈજ્ઞાાનિક કારણ છે.

કરંટ

શરીરમાં એકાએક કરંટ લાગ્યાનો શા કારણે થાય છે અનુભવ?

વિશ્વની દરેક ચીજ અણુથી બનેલી છે. અણુમાં ન્યૂટ્રોન, પ્રોટ્રોન અને ઇલેકટ્રોન હોય છે કયારેક આ ત્રણેયનું પ્રમાણ ડિસ્બેલેંસ્ડ થઇ જાય છે એટલે તેની સંખ્યામાં વધારો થાય છે આવું થાય ત્યારે ઇલેકટ્રોન્સ ઘણા સક્રિય બની જાય છે.

કરંટ

નિયમ અનુસાર ઇલેકટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય એટલી જ નેગેટિવ ચાર્જ વધુ પેદા કરે છે. ઇલેકટ્રોનના આ પ્રવાહના કારણે જ શરીરમાં કરંટ લાગે છે.જયારે આપણા શરીરમાં ઇલેકટ્રોન્સનો પ્રવાહ અસમતુલિત થાય છે ત્યારે આપણે જે પણ વસ્તુને ટચ કરીએ ત્યાપે આપણા શરીરમાંથી નેગેટિવ ઇલેકટ્રોન્સ બહાર નિકળે છે કારણ કે જે તે વસ્તુમાં પોઝિટિવ ઇલેકટ્રોન્સ હોય છે.

કરંટ

આ બંનેનો મેળાપ થાય ત્યારે આપણને કરંટનો અનુભવ થાય છે. એ સમયે આપણા શરીરમાં ઇલેકટ્રોન્સની સંખ્યા ખૂબ વધી ગઇ હોય છે. પ્લાસ્ટિકની ખુરશી જેવી કેટલીક વસ્તુઓ સાથે ઘર્ષણબળ થવાથી પણ આવો અનુભવ થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો