Last Updated on April 10, 2021 by
દેશમાં કોરોનાની બીજી લહેરે(Coronavirus Second Wave) તબાહી મચાવી દીધી છે. જો કે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારે પણ કોરોના રસીકરણ (Corona Vaccination) તેજ બનાવી દીધું છે. જો કે સરકારના ભરોસે બેસી રહેવાની જરૂર નથી કારણ કે કોરોના રસી લીધેલા હોય તેવા વ્યક્તિઓમાં પણ ચેપ લાગ્યાના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈ લોકોની ચિંતા વધી ગઈ છે.
કોરોના રસી લીધા બાદ સંક્રમિત (Corona Positive) થતાં હોવાના અહેવાલ બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યુ છે કે રસીકરણ બાદ પણ સાવધાની રાખવાની જરૂર છે. રસીને શરીરમાં અસર કરવા માટે થોડો સમય લાગે છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિએ રસી લીધી હોય અને તે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવે તો તેને પણ ચેપ લાગી છે. તો ચાલો તમને જણાવીએ કે રસી લીધા બાદ કોરોના પોઝિટિવ થવાના કયા કારણો હોઇ શકે છે.
કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવું
કોરોના રસી લીધા બાદ લોકોમાં જાણે કે કોરોનાને લઈને કોઇ ડર રહ્યો નથી. જેના પગલે લોકો કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન નથી કરતાં. સરકાર સતત માસ્ક પહેરવા, હાથ સેનિટાઇઝ કરવા અને સામાજિક અંતર જાળવી રાખવાની અપીલ કરે છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે રસી લીધા બાદ પણ અમુક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે.
રસીકરણ નિયમોનું નથી થઈ રહ્યું પાલન
જે સમયે રસીકરણ થાય છે તે સમયે હાજર ડોક્ટર રસીકરણના નિયમ જણાવે છે. ડોક્ટરોની ટીમ રસીકરણ પહેલા અને પછી શું સાવધાની રાખવી તે પણ જણાવે છે. જોકે એવું જોવા મળ્યું છે કે રસીકરણ બાદ લોકો નિયમોનું પાલન નથી કરતાં. જેને લઈ રસી લીધા બાદ પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
રસીના બંને ડોઝ સમય પર ન લેવા
વેક્સીન લીધા બાદ પણ વ્યક્તિનું પોઝિટિવ આવવાનું કારણ એક ડોઝ સમય પર ન મળવાનું છે. કોરોનો પહેલો ડોઝ લીધા બાદ જ્યારે બીજા ડોઝ સમયસર ન લેવામાં આવે તો પણ સંક્રમિત થવાય છે. કોરોના રસી લીધા બાદ કેટલાક લોકો કોરોના પોઝિટિવ થવાને રી ઈન્ફેક્શન માને છે, પરંતુ તે સત્ય નથી. ડોક્ટરોનું કહેવું છેક જો રસીકરણ બાદ પણ કોરોના સંક્રમિત થાવ તો ડરવાની જરૂર નથી.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 1.45 લાખ કેસ, 794ના મોત
દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન વચ્ચે કોરોનાના કેસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે થતા મૃત્યુનો આંકડો પણ વધુને વધુ ડરામણો બની રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 794 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,32,05,926 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 77,567 લોકો કોરોનાથી સાજા થયા છે અને આ સાથે જ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,19,90,859 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 794 લોકોના મૃત્યુ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મૃતકઆંક 1,68,436 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,46,631 છે અને અત્યાર સુધીમાં કુલ 9,80,75,160 લોકો વેક્સિનેટ થઈ ચુક્યા છે.
શુક્રવારે એક લાખથી વધુ કેસ
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. ગત શુક્રવારે મહામારીની શરૂઆત બાદ નવા કેસોનો સૌથી મોટો આંકડો નોંધાયો હતો. શુક્રવારે 24 કલાકમાં દેશમાં 1,31,968 નવા કેસ નોંધાયા હતા અને 780 લોકોના મોત થયા હતા. પરંતુ શનિવારે નોંધાયેલા કેસથી અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31