Last Updated on March 29, 2021 by
સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને કોણ ખરીદશે અને કોણ માલિક બનશે તે અંગે કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, જલ્દીજ સરકાર તેની જાહેરાત કરશે.
મેના અંત સુધીમાં આવશે નિર્ણય
હરદિપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાના નવા માલિકો ઉપર મેના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવશે. સરકાર 64 દિવસની અંદર ફાઈનાન્સિયલ બિડને બંધ કરી દેશે.તે અંગે ગુરૂવારે થયેલી એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે તો ચાલુ વર્ષમાં જ એર ઈન્ડિયાને વેચવાનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ કોવિડના કારણે આ સંભવ થઈ શક્યું ન હતું. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયાનું ખાનગીકરણ દેશના એવિએશન સેક્ટરના સૌથી મોટા સુધામાંથી એક હશે. જો કે, સરકાર એર ઈન્ડિયાને વેચવાની પહેલા પણ નિષ્ફળ પ્રયાસો કરી ચુકી છે.
જલ્દી મંગાવાશે બીડ
આ વચ્ચે સરકારે ફાઈનાન્સિયલ બિટ મંગાવવાનું શરૂ કરી દીધું છે અને જલ્દી તેના માટે અરજી મંગાવવામાં આવશે.
છ મહિના થશે ટ્રાન્સફર કરતા
હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, કંપનીના નવા માલિકના નામની જાહેરાત થયા બાદ પણ એર ઈન્ડિયા સમગ્ર રીતે હેંડઓવર કરતા છ મહિનાનો સમય લાગી શકે છે.
નવા માલિકો જૂની ભુલો નહીં કરે
પુરીએ કહ્યું છે કે, એરલાઈન્સના નવા માલિકો જે પણ હશે તેને ખબર જ હશે કે એરલાઈન્સ કેવી રીતે ચલાવી શકાય છે. તેની પાસ પ્રબંધનનો પણ અધિકાર રહેશે. તે જૂની ભુલો નહીં કરે. અત્યારે સરકાર તેને ચલાવીને રોજ પોતાના પૈસા ગુમાવી રહી છે. આ પૈસા રસ્તા, ગ્રામીણ વિકાસ જેવા અન્ય કામો ઉપર ખર્ચ થશે.
ટાટા પણ રેસમાં
એર ઈન્ડિયાની ખરીદવાની રેસમાં ટાટા સમૂહની સાથે સાથે સ્પાઈસજેટના ચેરમેન અજયસિંહના નેતૃત્વવાળી કંપનીનું સમૂહ પણ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31