Last Updated on March 1, 2021 by
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે WHOનું અનુંમાન છે કે વૈશ્વિક વસ્તીનાં 10 ટકાથી પણ ઓછા લોકોમાં કોરાના વાયરસની એન્ટિબોડી વિકસીત થઇ છે, સ્વામિનાથને એક ઇન્ટર્વ્યુંમાં કહ્યું કે, ‘દુનિયાભરનાં 10 ટકાથી વધુ લોકોમાં આ વાયરસની એન્ટિબોડી વિકસિત થઇ છે, ગાઢ ગીચતા ધરાવતા શહેરી વિસ્તારોમાં જો કે 50થી 60 ટકાની વસ્તી વાયરસનાં સંપર્કમાં આવી ચુકી છે અને તેમાં એન્ટીબોડી વિકસીત થઇ ગઇ છે. પરંતુ દરેક સ્થળે એવું નથી.’
તેમણે ભારપૂર્વક કહ્યું કે હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવાની એક માત્ર રીત રસીકરણ છે, સ્વામિનાથને કહ્યું કે વર્તમાનમાં સ્વીકૃત રસી કોવિડ-19થી ગંભીર બિમારી, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુથી સુરક્ષા પ્રદાન કરે છે. હળવા રોગ અને કોરોના વાયરસ સંક્રમણનાં સંબંધમાં રસીની અસરકારક્તાની પણ સ્ટડી કરવામાં આવી રહી છે.
WHOએ વૈશ્વિક રોગચાળો કોરોના વાયરસ અંગે શુક્રવારે કહ્યું કે વિશ્વમાં ધીરે-ધીરે આ રોગચાળાનો પ્રકોપ ઓછો થઇ રહ્યો છે, પરંતુ હજુ લાંબો માર્ગ કાપવાનો છે, WHOનાં ડિરેક્ટર ટેડ્રોસ ઘેબિયસે શુક્રવારે મ્યુનિચ સુરક્ષા સંમેલનમાં કહ્યું હા, અમે કોરોના વિરૂધ્ધ લડાઇમાં ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છીએ. કોરોનાનાં કેસ અને આ રોગચાળાથી મોતની ટકાવારી ઓછી થઇ રહી છે. હવે અમારી પાસે શક્તિશાળી રીતો છે, જેની એક વર્ષ પહેલા માત્ર કલ્પના જ કરી શકાતી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31