GSTV
Gujarat Government Advertisement

બ્યૂટી ટીપ્સ / લિપસ્ટિકનો કયો કલર તમારા માટે બેસ્ટ છે, સ્કિન ટોન પ્રમાણે કેવી રીતે પસંદ કરશો પરફેક્ટ શેડ્સ !

Last Updated on March 16, 2021 by

હંમેશા એવુ મહિલાઓ સાથે થાય છે કે, જયારે તે બજારમાં લિપસ્ટિક ખરીદવા જાય છે ત્યારે ઢગલાબંધ શેડ્ય જોઈને કન્ફયૂઝ થાય છે. તમામ શેડ્સ એકબીજા કરતા ચડિયાતા લાગે છે. આવી અસંમજંસમાં મહિલાઓ ખોટા શેડ્સ ખરીદી લે છે. જેથી તેને હોઠ પર અપ્લાય કર્યા બાદ ચહેરો ડલ લાગે છે. આવુ એટલા માટે થાય છે કે આપણને સ્કીન ટોનની જાણકારી હોતી નથી. એવુ જરૂરી નથી કે લિપસ્ટિકનો દરેક કલર દરેક લોકોને સારો લાગે. જેથી આજે અને તેમને જણાવીશુ કે તમારી ત્વચાના રંગ પ્રમાણે તમારે કેવા પ્રકારના રંગની લિપ્સ્ટીક વાપરવી જોઈએ.

ગોરો ચહેરો

જો તમારો રંગ એકદમ વ્હાઈટ છે તો તમારા માટે લિપસ્ટિકના ઘણા શેડ્સ છે જે તમે વાપરી શકો છો. ગોરી સ્કીનવાળી મહિલાઓ પર લાઈટ પિંક, વાઈન રેડ, લાઈટ પર્પલ, કોરલ, પીચ, ન્યૂડ પિંક અને ચેરી રેડ કલર ખૂબ સારો લાગે છે. પરંતુ તેણે ડાર્ક પિંક, બ્લડ રેડ અને વધારે પડતા શિમર અથવા ગ્લોસી લૂકવાળા શેડેસથી બચવુ જોઈએ.

ઘંઉવર્ણ રંગ

જો તમારો સ્કીન ટોન ઘંઉવર્ણ એટલે કે ન વધારે ડાર્ક કે ન વધારે ફેર હોય તો તમારે ન્યૂડ શેડ્સથી બચવુ જોઈએ. કારણ કે તે તમારા ચેહરાને ડલ કરે છે. આવી મહિલાઓ માટે બ્રાઉન કલરના શેડ્સ પરફેક્ટ હોય છે. તેઓ બ્લડ રેડ, ડાર્ક પિંક, બ્રોઝ, રાઈપ ઓરેંજ, સિનામન કલર પસંદ કરી શકે છે. પરંતુ મરુન, નારંગી અને ડાર્ક કોફી કલરથી દૂર રહેવુ જોઈએ.

શ્યામ રંગ

જો તમારો રંગ શ્યામ છે તો તમારે લિપસ્ટિકના બ્રિક રેડ, બ્રાઉનિશ રેડ અને કેરેમલ કલર, કોફી અને બરગંડી કલર ટ્રાઈ કરવા જોઈએ. પરંતુ તે માત્ર મેટ લિપસ્ટિકના શેડ્સ જ વાપરો, ગ્લોસી નહિ. ગ્લોસી કલર તમારા રંગને વધારે ડાર્ક બતાવે છે. જો તમારો રમદ વધારે ડાર્ક છે તો તમમે બ્રાઉન, રેડ, પર્પલ કલરનો ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત પેસ્ટલ શેડ્સ જેવા કે લાઈટ પર્પલ, લાઈટ પિંક, લવંડર અને આઈવરી કલરને પસંદ કરી શકો છો.

જાણો લિપસ્ટિક લગાવાની સાચી રીત

સ્કિન ટોન અનુસાર શેડસ પસંદ કર્યા બાદ હોઠ પર લિપ બામ લગાવો અને હળવા હાથે મસાજ કરો. જે બાદ થોડુ પ્રાઈમર અથવા ફાંઉડેશન લગાવો જેથી લિપસ્ટિક વધારે વાર સુધી ટકે. ત્યારબાદ લ્પસ્ટિકથી મેચ કરતી લાઈનર લગાવી શેપ આપો. બાદમાં બ્રશની મદદથી લિપસ્ટિક હોઠો પર અપ્લાય કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો