GSTV
Gujarat Government Advertisement

Whatsapp યુઝર્સ પર નવી પોલીસી સ્વીકારવા દબાણ, ડેડલાઇન પહેલા જ વધી ગઇ દાદાગીરી

whatsapp

Last Updated on March 17, 2021 by

Whatsappએ ફરીથી તેની વિવાદાસ્પદ પોલિસી દાખલ કરવાની હિલચાલ આરંભી દીધી છે. Whatsapp યુઝર્સને એપમાં રિમાઈન્ડર દેખાવા લાગ્યું છે. જે હેઠળ નવી પોલિસી સ્વિકારવાનું કહેવામાં આવી રહ્યું છે. ફેસબૂકની માલિકીની મેસેજિંગ એપ Whatsappએ ફેબ્રુઆરીમાં નવી પોલિસી દાખલ કરી હતી. જે અંતર્ગત એ Whatsapp વપરાશકર્તાઓની ઘણી વિગતો ફેસબૂક સાથે શેર કરવા માંગે છે.

whatsapp

ડેડલાઇન પહેલા જ વધી Whatsappની દાદાગીરી

આ પોલિસીનો ભારે વિરોધ થતાં Whatsappએ તેના અમલની ડેડલાઈન વધારીને 15મે કરી દીધી હતી. ડેડલાઈનને તો હજુ વાર છે, પરંતુ Whatsappની દાદાગીરી અત્યારથી વધવા લાગી છે. જે યુઝર્સ Whatsappની નવી પોલિસી સ્વિકારશે નહીં તેનું એકાઉન્ટ બંધ કરવાની કે ઉપયોગ મર્યાદિત કરવાની Whatsappએ અગાઉ ધમકી આપી રાખી છે.

whatsapp

ભારતમાં સિગ્નલ ડાઉનલોડિંગમાં ભારે ઉછાળો

લોકો પણ Whatsappની મફત સેવાથી ટેવાઈ ચૂક્યા છે. માટે કંપનીએ મોનોપોલિનો ગેરલાભ ઉઠાવાની શરૂઆત કરી છે. તેમાં કંપનીનો દોષ છે, એટલો જ લોકોનો પણ દોષ છે. અલબત્ત, સમજદાર વર્ગ વૉટ્સઅપ પડતું મુકી સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ સિગ્નલ તરફ વળ્યો છે. ભારતમાં સિગ્નલ ડાઉનલોડિંગમાં ભારે ઉછાળો આવ્યો છે.

તો બીજો વર્ગ પહેલેથી ટેલિગ્રામ વાપરે છે. તેના વપરાશકારો પણ વધ્યા છે. વૉટ્સઅપ એવી ખાતરી આપી રહ્યું છે, કે તેમના ડેટાનો કોઈ દુરૂપયોગ નહીં થાય. પણ હકીકત એ છે કે દર થોડા સમયે વૉટ્સઅપ-ફેસબૂકનો ડેટા લિક થતો રહે છે. માર્ક ઝકરબર્ગની વધારે પડતી લાલચને કારણે વૉટ્સઅપ-ફેસબૂક બન્ને સુવિધા દુનિયાભરમાં બદનામ થઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો