Last Updated on April 11, 2021 by
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જો FlixOnline નામની એપ્લિકેશન છે, તો તેને તરત ડિલીટ કરી દો. આ એપ્લિકેશન તમારા WhatsAppની જાસૂસી કરે છે. તાજેતરમાં એપ્લિકેશન WhatsApp પર ખૂબ જ વાયરલ થઇ છે.
એપને લઇ ખોટો દાવો
FlixOnlineને લઇ જે દાવા કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટા છે. આ એપ્લિકેશનને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એપ પર નેટફ્લિક્સના ગ્લોબલ કન્ટેન્ટને જોઇ શકાય છે. પરંતુ તેના પર વિશ્વાસ ના કરતા. આ એપ WhatsAppની જાસૂસી કરવા માટે ડિઝાઇન કરાઇ છે.
ફોન માટે ખતરનાક
આ એપ વોટ્સઅપના તમામ મેસેજ વાંચી લે છે. આટલું જ નહીં તમારા મેસેજને હેકરને પણ મોકલે છે.
આ એપ WhatsAppની તમામ નોટિફિકેશન પર નજર રાખે છે. તે કેટલીક વખત ઓટોમેટિક રિપ્લાય પણ કરે છે અને તમને જાણ પણ નથી હોતી. ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી આ એપ નોટિફિકેશન સહિત અનેક પ્રકારની પરમિશન માંગે છે.
ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ દૂર કરાઇ
જોકે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. પરંતુ થોડા દિવસ પહેલા આ એપ ખૂબ જ વાયરલ થઇ છે અને હજારોની સંખ્યામાં એપ્લિકેશન ડાઉનલોડ કરાઇ છે. જો તમારા ફોનમાં એપ્લિકેશન છે તો તેને તરત ડિલીટ કરી દો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31