Last Updated on March 8, 2021 by
દેશ-વિદેશની જાણીતી હસ્તીઓની ચેટ લીક થયા બાદ વોટ્સએપની વિશ્વસનિયતા પર સવાલ ઉઠવા લાગ્યાં હતાં. જો કે, પાછળથી જાણવા મળ્યું કે લીક થયેલી ચેટ ક્લાઉડ પર બેકઅપ લીધેલી ચેટ છે. વોટ્સએપ ચેટ લીકના કારણે બોલીવુડમાં ડ્રગ્સ કેસનો ખુલાસો થયો હતો. જેને લઇને અનેક અભિનેતા-અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
વોટ્સએપ હવે ચેટ બેકઅપની પ્રાઇવેસી પર કામ કરી રહ્યું છે
વોટ્સએપ હવે ચેટ બેકઅપની પ્રાઇવેસી પર કામ કરી રહ્યું છે. વોટ્સએપની ચેટ તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે પરંતુ બેકઅપ ક્લાઉડ પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી હોતા જેથી ચેટ સરળતાથી વાંચી શકાય છે. તેના ઘણાં ઉદાહરણ જોવા પણ મળ્યાં છે.
વોટ્સમાં નવું ફીચર લોન્ચ થયા બાદ બેકઅપ ચેટને એક્સેસ કરવા માટે પણ પાસવર્ડની જરૂર પડશે. આ ચેટ ક્લાઉડ પર પણ એન્ક્રિપ્ટેડ રહેશે. પાસવર્ડ નાખ્યા બાદ જ ચેટ એક્સેસ કરી શકાશે.
ચેટ બેકઅપ એક્સેસ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે
વોટ્સએપના ફીચર પર નજર રાખતી એક ટેક વેબસાઇટ અનુસાર ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેમાં એડ થઇ જશે. ચેટ બેકઅપ એક્સેસ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 કેરેક્ટર અને કેસ સેન્સેટિવ હશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31