Last Updated on March 20, 2021 by
Whatsapની નવી પ્રાઈવસી પોલિસી ૧૫મી મેથી અમલી બનવાની છે. એ પોલિસી લાગુ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપ નવી પોલિસી લાગુ કરશે. ૧૫મીમે થી યુઝર્સ વોટ્સએપની નવી પોલિસી સ્વીકારશે નહીં તો એપ ચાલશે નહીં. વોટ્સએપની પ્રાઈવેટ પોલિસીને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
સીમા સિંહ, મેઘન સિંહ અને વિક્રમ સિંહ – એમ ત્રણ અરજદારોએ અરજી કરી હતી. એમાં દલીલ થઈ હતી કે નવી પ્રાઈવેટ પોલિસીના કારણે યુઝર્સની પ્રાઈવસીનો ભંગ થશે. ડેટા લીક થવાનો ખતરો વધશે. એ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રનો મત માગ્યો હતો. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે વોટ્સએપની પ્રાઈવેટ પોલિસી પર પ્રતિબંધ મૂકવો જરૃરી છે. જો એ પોલિસી લાગુ પડશે તો ડેટાની પ્રાઈવસી જોખમમાં મૂકાઈ શકે છે.
નવી પોલિસી પ્રમાણે વોટ્સએપના યુઝર્સનો ડેટા ફેસબુકની માલિકી ધરાવતી કોઈ ત્રીજી એપ સાથે શેર થઈ શકે છે. એનો યુઝર્સ વાંધો ઉઠાવી શકશે નહીં. એ મુદ્દે વિવાદ થતાં વોટ્સએપે મે સુધી પ્રાઈવેટ પોલિસી લાગુ કરવાનું પાછું ઠેલ્યું હતું. નવી પ્રાઈવેટ પોલિસી મુદ્દે હવે દિલ્હી હાઈકોર્ટમાં આગામી સુનાવણી ૨૦મી એપ્રિલે થશે.
Fb, Whatsapp અને Instagramનું સર્વર ડાઉન થતા યુઝર્સ પરેશાન
Facebook, Whatsapp અને Instagram નું સર્વર ડાઉન થઇ જતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અનેક યુઝર્સો તેનાથી પરેશાન થઇ ગયા છે. લોકો ટ્વિટર પર આ અંગે કોમેન્ટો કરીને પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.
ફેસબુક, મેસેન્જર પણ પણ લોકો મેસેજ નથી મોકલી શકી રહ્યાં. ઉપરાંત Whatsapp પર પણ લોકોના મેસેજ નથી જઇ શકતા. જો કે લોકોની એપ્સ ઓપન તો થઇ રહી છે. પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ન્યુઝ ફીડ રિફ્રેશ નથી થઇ રહી.
ફેસબુકની આ તમામ એપ્સમાં સમસ્યા ભારતીય સમયાનુસાર, રાત્રિના 11:05 મિનિટથી શરૂ થઇ છે. હજી સુધી કંપની તરફથી કોઇ જ સ્ટેટમેન્ટ આ અંગે આવ્યું નથી. ડાઉન ડિટેક્ટરની આ હીટ મેપ પર તમે જોઇ શકો છો કે, લોકો સતત રિપોર્ટ કરી રહ્યાં છે કે Whtasapp ટોટલી બ્લેક આઉટ છે. જ્યારે કેટલાંક લોકોને લોગ ઇન કરવામાં પણ સમસ્યા ઊભી થઇ રહી છે.
મહત્વનું છે કે, આ પહેલાં પણ અનેક વાર ફેસબુક ડાઉન થઇ ચૂક્યું છે. Whatsapp અને આ પ્રકારની સર્વિસ ડાઉન થવાથી સાઇબર ક્રાઇમનો ખતરો પણ હવે વધવા લાગ્યો છે. ક્યારેક સાઇબર એટેકના કારણે પણ આવું થતું હોય છે પરંતુ આ વખતે હજુ સુધી કોઇ પણ સ્પષ્ટતા સામે નથી આવી.