GSTV
Gujarat Government Advertisement

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

Last Updated on March 2, 2021 by

WhatsAppમાં ગ્રાહકો માટે જબરદસ્ત ફીચર રજુ કરી રહ્યું છે. હવે ગ્રાહકો માટે એક નવુ અપડેટ આવ્યુ છે. WhatsAppએ પોતાના યૂઝર્સ માટે એક વધારે ખાસ ફીચર્સને જોડવામાં આવ્યુ છે. જેમાં તમે વીડિયો મોકલવા પહેલા તેના અવાજને મ્યૂટ કરી શકશો. એટલે કે તમે વીડિયો મોકલી શકો છો અને તેનો અવાજ બંધ કરી શકો છો. ઘણા લાંબા સમયથી ઈન્સટન્ટ મેસેજીંગ એપ WhatsApp આ નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યું હતુ. યૂઝર્સે હવે તેની રાહ જોવી નહિ પડે. ચાલો જણાવીએ તમને કે મોબાઈલમાં કયુ ફીચર જોડાશે.

મીડિયા રિપોર્ટસ અનુસાર WhatsAppના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.3.13 પર આ ફીચરને જોઈ શકશે.
WhatsAppનું આ ખાસ ફીચર ટૂંક સમયમાં જ તમારા મોબાઈલમાં આવી જશે. હવે તેનું સ્ટેબલ વઝર્ન આવી ગયુ છે. હજુ સુધી આ લગભગ તમામ યૂઝર્સ પાસે પહોંચ્યુ નથી. પરંતુ આશા છે કે, આગામી 1-2 દિવસમાં તમામ યૂઝર્સ પાસે આ કમાલનુ ફીચર્સ પહોંચી જશે.

નવા ફીચરનો કેવી રીતે કરશો ઉપયોગ

કોઈપણ WhatsApp યૂઝરને જો તમે આવો વીડિયો મોકલવા માંગો છો જેમાં અવાજ ન હોય. તો તે માટે તમારે સૌથી પહેલાની જેમ જ વીડિયો મોકલવાની પ્રોસેસને ફોલો કરવી પડશે.

  • WhatsAppનું મ્યૂટ વીડિયો ફીચર, વીડિયો મોકલવાની વિંડોમાં એડિટ વીડિયો ઓપ્શન પાસેજ આપવામાં આવ્યો છે.
  • ઉપરની તરફ સ્પીકરનો આઈકોન આપવામાં આવ્યો છે. વીડિયો મ્યૂટ કરવા માટે યૂઝર્સએ તેને કોઈપણને મોકલતા પહેલા માત્ર સ્પીકર આઈકોન પર ટેપ કરવુ પડશે. ઉપર તે જ વીડિયોનું ડયૂરેશન અને સાઈઝ પણ આપવામાં આવી છે.
  • WhatsApp વીડિયો મ્યૂટ ફીચર પર કંપની ગત વર્ષથી જ કામ કરી રહી છે. જેની ટેસ્ટીંગ ગત વર્ષે નવેમ્બરમાં આઈફોનના બીટા વર્ઝન પર થઈ હતી. જે બાદ હવે તેને એન્ડ્રોઈડ પર કરાયુ છે. હવે તે તમામ યૂઝર્સ માટે ટૂંક સમયમાં જ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો