GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ Whatsapp પર આવી રહ્યું છે આ જોરદાર ફીચર, જેની એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ જોઇ રહ્યાં છે રાહ

whatsapp

Last Updated on April 6, 2021 by

Whatsapp નવા-નવા ફીચર્સ લૉન્ચ કરતુ રહે છે. Whatsappના નવા ફીચર્સ સૌથી પહેલા બીટા યુઝર્સ માટે જારી કરવામાં આવે છે. હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે Whatsapp વધુ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી iOS અને એન્ડ્રોઇડ ડિવાઇસ વચ્ચે Whatsapp ચેટને માઇગ્રેટ કરવામાં આવી શકે છે.

Whatsapp

આ ફીચરથી iOS અને Android ડિવાઇસ વચ્ચે Whatsapp સ્વિચ કરી શકશે યુઝર

હાલ iOS અને Android ડિવાઇસ વચ્ચે Whatsapp સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી ખતમ થઇ જાય છે. આ ફીચર જારી થયા બાદ યુઝર્સ સરળતાથી iOS અને Android ડિવાઇસ વચ્ચે Whatsapp સ્વિચ કરી શકે છે. તેમની ચેટ હિસ્ટ્રી ખતમ નહીં થાય.

રિપોર્ટ અનુસાર Whatsapp બંને અલગ-અલગ ઓએસ ડિવાઇસમાં ચેટ હિસ્ટ્રી માઇગ્રેશનના ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે. તેનાથી તમે સરળતાથી Whatsapp ચેટ ગુમાવ્યા વિના આઇફોનથી એન્ડ્રોઇડ અથવા એન્ડ્રોઇડથી આઇફોન પર Whatsappને સ્વિચ કરી શકે છે. તેનાથી યુઝર્સને Whatsapp Plus જેવી થર્ડ પાર્ટી એપ રાખવાની જરૂર નથી.

Whatsapp

Whatsappના આ માઇગ્રેશન ફીચર માટે એપ અપડેટેડ હોવી જરૂરી

હાલ Whatsapp ચેટ બેકઅપ એન્ડ્રોઇડ ડિવાઇસ માટે ગૂગલ ડ્રાઇવ પર સેવ થાય છે. જ્યારે આઇફોનમાં આઇક્લાઉડ પર સેવ થાય છે. Whatsappના આ માઇગ્રેશન ફીચર માટે એપ અપડેટેડ હોવી જરૂરી છે. તેના માટે યુઝર્સ ઇચ્છે તો App Store અથવા TestFlightથી એપને અપડેટ કરી શકે છે.

આ આવનારા ફીચરને લઇને WABetaInfoએ એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. સ્ક્રીનશૉટમાં આઇફોન અને એન્ડ્રોઇડને એકબીજાની આમને-સામને દેખાડવામાં આવ્યા છે. આઇફોનમાં Move Chats to Android featureનો એક ઓપ્શન જોવા મળી રહ્યો છે.

પેજ પર કહેવામાં આવી રહ્યું છે કે ચેટને iOSથી Android પર ચેટને માઇગ્રેટ કરવા માટે તમારે Whatsapp લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાનું છે. હાલ આ ફીચર ડેવલપિંગ સ્ટેજમાં જ છે. આશા છે કે આવનારા કેટલાંક સમયમાં તેને જારી કરી દેવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો