Last Updated on February 25, 2021 by
ટેલીકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી હતી. હકીકતમાં જોઈએ તો, સોશિયલ મીડિયા પર રેગ્યુલેશન લાવવા માટે આ કામ કરવામાં આવ્યુ છે. મંત્રીએ કેટલાય પોઈન્ટ ગણાવ્યા હતા, જેમાંથી એક આ પણ છે કે, કેટલીય કંપનીઓ છેતરપિંડી કરી રહી છે, જેમનું ઓરિજિન ઓળખવું જરૂરી છે પણ વોટ્સએપનું કહેવું છે કે, તે આવું નથી કરતું.
વોટ્સઅપે ઘણા વહેલા આવું કહ્યું હતું કે, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે એ નથી ખબર નહોતી પડતી પણ આ વખત આ માગ નથી. પણ ગાઈડલાઈન છે. જો વોટ્સએપ આ ગાઈડલાઈનને ફોલો કરવાથી ના પાડે તો આવા સમયે શું થઈ શકે ? વોટ્સએપ બૈન કરવામા આવશે ?
વોટ્સએપને લઈને પહેલાથી જ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, કે, વોટ્સએપ પર આવતા મેસેજનું ઓરિજિન શું છે, ત્યારે આવા સમયે જો વોટ્સએપ ભારતની ગાઈડલાઈન નહીં માને તો શું ભારતમાં વોટ્સએપ પર લાગી જશે પ્રતિબંધ ?
એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે શક્ય નથી
સોશિયલ મીડિયા કંપની ફેસબુક પોતાના પ્લેટફોર્મને લઈને કહે છે કે, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે લોકોના ઓરિજિન ઓળખવા મુશ્કેલ છે.
જો કે, રવિશંકર પ્રસાદે કહ્યુ હતું કે, સોશિયલ મીડિયા કંપનીઓને કોઈ પણ હાલતમાં જો સરકાર પૂછે તો એ બતાવવું પડશે કે, કંટેટનું ઓરિજનેટર કોણ છે. એટલે કે કંટેટ કોણે પોસ્ટ કર્યુ છે. મોટા ભાગે વોટ્સએપ પર અમુક મેસેજ વાયરલ થઈ જતાં હોય છે. અમુક એવા પણ મેસેજ હોય છે, જેનાથી રમખાણો ફેલાઈ શકે છે. ત્યારે આવા સમયે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન યુઝ કરનારી કંપની માટે એ ઓળખવુ મુશ્કેલી છે કે, મેસેજની શરૂઆત ક્યાંથી થઈ હતી.
વોટ્સએપે અગાઉ પણ કરી છે મનાઈ
વોટ્સએપની એવી દલીલ રહી છે કે, વોટ્સએપમાં એડ ટુ એંડ એન્ક્રિપ્શન ચૈટ થવાના કારણે એ શોધવુ શક્ય નથી કે, મેસેજનું ઓરિજનેટર કોણ છે.
આ પ્રથમ મોકો નથી કે, ભારત તરફથી આવુ કહેવાયુ હોય. આ અગાઉ પણ સરકાર તરફથી કહેવાયુ છે કે, વોટ્સએપ એવું ટૂલ બનાવી રહ્યુ છે કે, જેનાથી ખબર પડશે ઓરિજેટર કોણ છે. મેસેજ ક્યાથી જનરેટ થયો છે. WhatsApp એ ત્યારે એ જવાબ આપ્યો કે, આવું કરવું એ શક્ય નથી. વોટ્સએપએ જણાવ્યું કે, ‘જો આવું કરવામાં આવે તો વોટ્સએપનો સોલ ખતમ થઇ જશે અને વોટ્સએપની જે વિશેષતા છે તે પણ નહીં રહે. વધુમાં એમ જણાવ્યું કે, જો આવું કરવામાં આવ્યું તો આ WhatsApp યુઝર્સની પ્રાઇવેસી સાથે મોટો ખિલવાડ કહેવાશે.
એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના વિશે સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો, એક એન્ક્રિપ્શન મેજર છે કે જેના કારણે સેન્ડર અને રિસીવર સિવાય કોઇ પણ ત્રીજી વ્યક્તિ અથવા તો એજન્સી કોઇ પણ જાતના મેસેજ જોઇ શકે નહીં. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનમાં મેસેજને ટ્રેસ કરવા પણ શક્ય નથી.
- આપત્તિજનક સામગ્રી અને હિંસા મંજૂરી નહીં
- ભારતમાં વેપાર કરવા અહિયાંના કાયદાનું પાલન કરવું પડશે
- ફરિયાદ મળ્યા બાદ સોશ્યલ મીડિયા પરથી 24 કલાકમાં આપત્તિજનક પોસ્ટ હટાવવી પડશે
- ટેક કંપનીઓએ ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી પડશે, દર છ મહિને રીપોર્ટ આપવાની રહેશે
- ભારતમાં વેપાર કરવા માટે સોશ્યલ મીડિયાનું સ્વાગત પણ નિયમો અમારા રહેશે
- સોશ્યલ મીડિયામાં બતાવવામાં આવી રહી છે અભદ્ર ચીજવસ્તુઓ, ઘણી ફરિયાદ મળી છે.
- કોઈ પણ અફવા અથવા ખોટી કન્ટેન્ટને પોસ્ટ કરે છે તો તમારે જણાવવું પડશે કે પહેલીવાર આ પોસ્ટ અથવા કન્ટેન્ટ કોણે આપી છે.
- જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટને હટાવવી છે તો તમારે તેનું કારણ પણ જણાવવું પડશે.
સોશિયલ મીડિયા માટે જાહેર કરી ગાઈડલાઈન્સ
ભારતમાં Whatsapp ના 53 કરોડ, ફેસબુકના યૂઝર્સ 40 કરોડથી વધુ, ટ્વિટર પર 1 કરોડથી વધુ યૂઝર્સ છે. ભારતમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ જે ચિંતા જાહેર કરવામાં આવી છે તેના પર કામ કરવું જરૂરી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોર્ટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકવામાં આવતા કંટેન્ટને લઈને ગાઈડલાઈન બનાવવા માટે કહ્યું છે. નિર્દેશના આધારે ભારત સરકારે આ અંગે ગાઈડલાઈન તૈયાર કરી છે.
સરકાર બની શકે છે કડક
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે સરકારની માહિતીમાં આ એપ્સને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન તોડવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે સરકાર ફક્ત સંદેશો ક્યાંથી વહેતો થયો છે એ વ્યક્તિની ઓળખ પૂછે છે.
આ પહેલીવાર નથી જ્યારે સંજોગોની ઉત્પત્તિ શોધી કાઢવામાં અસમર્થ હોવાના તેમના વલણ માટે વ વોટ્સએપ જેવી એપ્લિકેશનો પર સવાલ ઉભા થયા હોય ત્યારે કોઈ પરિસ્થિતિ નથી. અગાઉ, સરકારે આવી એપ્લિકેશનોને સોલ્યુશનનો કોઈ રસ્તો શોધવાની કડક ચેતવણી આપી હતી, જે એક સમયે વ્હોટ્સએપ માટે મોટો મુદ્દો હતો. ગુરુવારે જાહેર કરાયેલા નવા આઇટી નિયમ હેઠળ સરકારના નિર્દેશોનું પાલન કરવા માટે વ્હોટ્સએપ જેવા સોલ્યુશન પ્લેટફોર્મ શું લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. જો બાબતો ખોટી પડે છે, તો સરકાર અપેક્ષા રાખી શકે છે કે જો સરકાર સરકારના નિર્દેશોનું પાલન નહીં કરે તો પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા કડક હાકલ કરે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31