Last Updated on April 5, 2021 by
WhatsApp ખૂબ જ પોપ્યુલર મેસેજિંગ એપ છે. પ્રાઇવસી વિવાદમાં આવ્યા પછી પણ લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ફેસબુકની માલિકીની આ એપ સમયાંતરે નવા ફિચર્સ જારી કરતી હોય છે.
વર્ષ 2017માં WhatsAppએ સેન્ડ કરેલા મેસેજને ડિલીટ કરવાનો ફિચર આપ્યો હતો. આ ફિચર દ્વારા યુઝર્સ પોતે મોકલેલા મેસેજને ડિલિટ કરી શકે છે. આ ફિચરનો ઉપયોગ કરી તમે ફોટો, વીડિયો અથવા કોઇ પણ ફાઇલને સેન્ડ કર્યા બાદ પણ રિસીવર માટે ડિલિટ કરી શકો છો.
મેસેજ ડિલિટ થયા પછી રિસીવર મેસેજ જોઇ શકતો નથી
ડિલિટ થયા પછી રિસીવર મેસેજ જોઇ શકતો નથી. પરંતુ એક રીત છે, જેથી WhatsApp પર ડિલિટ કરેલા મેસેજને જોઇ શકાય છે. આ શક્ય છે એન્ડ્રોઇડની થર્ડ પાર્ટી એપથી.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગની આ પ્રકારની થર્ડ પાર્ટી એપ સિક્યોર નથી હોતી. આ પ્રકારની એપ તમારા અન્ય ડેટાનો ઉપયોગ કરી શકે છે. તેથી આ મેથડનો ઉપયોગ તમારા રિસ્ક પર ટ્રાઇ કરો.
આ એપ ડાઉનલોડ કરી યુઝર ડિલિટ મેસેજ જોઇ શકશે
એન્ડ્રોઇડ ફોન યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી WhatsRemoved+ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. એક વખત એપ ઇન્સ્ટોલ થયા પછી એપને ઓપન કરી તમામ પરમિશન આપવી. પરમિશન આપ્યા પછી એપને ફરી ઓપન કરવી.
WhatsRemoved+ એપ તમને એ એપ્સને સિલેક્ટ કરવા માટે કહેશે, જેની નોટિફિકેશન તમે સેવ કરવા માંગો છો. યાદીમાં WhatsAppને સિલેક્ટ કરો. આગળની સ્ક્રિન પર યસ ટેપ કરો. ફાઇલને સેવ કર્યા પછી Allow પર ટેપ કરો. હવે તમારી એપ્લિકેશન સંપૂર્ણ રીતે કામ કરવા માટે તૈયાર છે.
હવે કોઈ વોટ્સઅપ પર મેસેજ ડિલીટ કરશે, તો તમે તે મેસેજને WhatsRemoved+ ઓપન કરી વાંચી શકશો. પ્રાઇવસીના કારણે આઈઓએસ યુઝર્સ માટે આ એપ્લિકેશન ઉપલબ્ધ નથી. WhatsRemoved+ પરથી એડને દૂર કરવા માટે તમારે 100 રૂપિયા ચુકવવા પડશે.
નોટ: WhatsApp Removed+ એક થર્ડ પાર્ટી એપ છે અને આધિકારીક રીતે આ વોટ્સઅપ સાથે તેનો કોઇ લેવા દેવા નથી. આ એપ તમને ક્રેડેન્શિયલના આધારે માહિતી આપે છે. ઉપયોગ કરતા પહેલા આ એપને અનેક પ્રકારની પરમિશન જોઇતી હોય છે. તેથી ધ્યાનથી ઉપયોગ કરવો.
Also Read
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31