Last Updated on March 8, 2021 by
જો તમે તમારા મોબાઈલ ફોનમાં WhatsApp યૂઝ કરો છો તો તમારા માટે આ ખાસ સમાચાર છે. બની શકે છે કો તમારા મોબાઈલ ફોન પર WhatsApp બંધ થઈ જાય. WhatsAppએ જાહેરાત કરી છે કે, કેટલાક જુના ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનમાં સર્વિસ ટૂંક સમયમાં જ બંધ થઈ શકે છે.
એન્ડ્રોયડ અને IOS ઓપરેટિંગ સિસ્ટમ માટે ખાસ સમાચાર
WhatsApp કેટલાક જુની ઓપરેટીંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનમાં સર્વિસ આપવાનું બંધ કરકી દેશે.
એપ્પલના આ iPhones થશે પ્રભાવિત
પ્રાપ્ત માહિતી મુજબ WhatsApp હવે એપ્પલના જુના ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરવાનું બંધ કરી દેશે. એપએ એ સ્પષ્ટ કર્યુ છે કે, IOS 9 અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમવાળા આઈફોનમાં WhatsApp કામ નહિ કરે.
એન્ડ્રોયડ ફોન પણ થશે પ્રભાવિત
રિપોર્ટમાં કહેવાયુ છે કે, એન્ડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ બદલાવ કરાયા છે. Android 4.0.3થી જુની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનમાં WhatsApp નહિ ચાલે.
LINUX ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ લેવાયો નવો નિર્ણય
કંપનીએ સ્પષ્ટ કર્યુ કે, LINUXના જુની ઓપરેટિંગ સિસ્ટમ પણ WhatsAppના નવા નિર્ણયથી પ્રભાવિત થશે. કંપની અનુસાર KaiOS 2.5.1 અથવા તેનાથી પણ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર જ WhatsApp સપોર્ટ કરશે.
જલ્દી મળશે નવા સપોર્ટિંગ ઓપરેટિંગ સિસ્ટમની જાણકારી
WhatsAppએ પોતાની ઓફિશિયલ નિવેદનમાં કહ્યું કે, ટૂંક સમયમાં જ FAQ પેઈઝને અપડેટ કરવામાં આવશે. તેમાં એ ઓપરેટિંગ સિસ્ટમની જાણકારી આપવામાં આવશે જેમાં WhatsApp સપોર્ટ કરશે.
કેવી રીતે યૂઝ કરશો WhatsApp
જાણકારોનું કહેવુ છે કે, સમાર્ટફોનમાં WhatsApp યૂઝ કરવા માટે તમારે તમારી ઓપરેટીંગ સિસ્ટમને અપડેટ કરવી પડશે. iphoneમાં તમારે ios 9 થી લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે. એન્ડ્રોયડ ફોનમાં પણ સેટીંગમાં જઈને લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ ડાઉનલોડ કરવી પડશે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31