GSTV
Gujarat Government Advertisement

વાહ/ Whatsapp યૂઝર્સ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે એપ, મળશે શાનદાર ફીચર્સ

Whatsapp

Last Updated on February 28, 2021 by

Whatsappના એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જલ્દી સારા સમાચાર આવવાના છે. કારણ કે, કંપની જલ્દી જ એક નવું ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. જે ખુબ જ કમાલનું છે. Whatsapp બીટા વર્ઝનમાં નવી મીડિયા ફૂટરનો ટેસ્ટ કરી રહી છે. જેને જલ્દી જ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં રોલઆઉટ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, આ નવા ફીચર પર હાલ કામ ચાલી રહ્યું છે અને હજી સુધી બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ નથી.

whatsapp

Whatsappને ટ્રેક કરનાર વેબસાઈટ WABetaInfo ના રિપોર્ટ અનુસાર, Whatsappના 2.21.5.4 વર્ઝનમાં રીડિઝાઈન્ડ મીડિયા ફૂટરને જોવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, કોઈ પણ ઈમેજ, વીડિયો અથવા અન્ય મીડિયાને મોકલતા પહેલા પેજને બોટમમાં મીડિયા ફૂટરને મેળવી શકાય છે. મીડિયા બટન આઈકનને પણ મોડિફાઈ કરી નવું આઈકન બનાવવામાં આવ્યું છે. એપના પહેલાના વર્ઝનમાં ‘+’ સિંબોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રી-ડિઝાઈન્ડ બાર ત્યારે પણ દેખાય છે. જ્યારે યૂઝર એપ પર સ્ટેટ્સ પોસ્ટ કરે છે. જો તેના ફંક્શનની વાત કરવામાં આવે તો તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. કંપનીએ માત્ર ડિઝાઈનમાં જ ફેરફાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે, તે ઉપરાંત Whatsapp મલ્ટીપલ ડિવાઈઝ ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરના આવ્યા બાદ Whatsapp યૂઝર એક એકાઉન્ટને અલગ-અલગ ડિવાઈસથી એક્સેસ કરી શકશે અને તેમાં ઈન્ટરનેટ હોવાની પણ જરૂરત રહેતી નથી.

જો વર્તમાનની વાત કરીએ તો યૂઝર્સ પાસે બીજા ડિવાઈઝ પર અકાઉન્ટનો ઉપયોગ કરવાનો ઓપ્શન માત્ર Whatsapp વેબ દ્વારા મળે છે. તેમાં જે પણ પ્રાઈમરી ડિવાઈસ છે તેમાં હંમેશા ઈન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. જેનાથી યૂઝર્સ બીજા ડિવાઈઝ પર સર્વિસનો લાભ લઈ શકે. પરંતુ નવું ફિચર આવ્યા બાદ પ્રાઈમરી ડિવાઈસને ઈન્ટરનેટથી કનેક્ટ કરવાની જરૂરત પડશે નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો