Last Updated on March 24, 2021 by
કોવિડ 19એ પીડિત લોકો સ્વસ્થ થયા બાદ પણ વિચિત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આ એવી સમસ્યા અને બીમારી છે, જે 6 મહિનાથી પણ વધુ સમય સુધી અસર કરી શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ જાય છએ તે તેના સૂંઘવા અને સ્વાદ લેવાની ક્ષમતા તે સમય માટે ખતમ થઇ જાય છે. સૂંઘવા અને સ્વાદ લેવાની ક્ષમતા ખતમ થઇ જવી એનોસ્મિયા કહેવાય છે. કોરોના દરમિયાન કેટલાંક લોકો પ્રેરોસ્મિયાથી પણ પીડાઇ રહ્યાં છે. પેરોસ્મિયાથી પીડિત વ્યક્તિ કેટલીક ગંધો ઓળખી શકવામાં સક્ષમ હોય છે તો કેટલીક ઓળખી શકતો નથી.
શું છે પેરોસ્મિયા
ફિફ્થ સેંસ અનુસાર, સૂંઘવા અને સ્વાદ લેવાની ક્ષમતા ગુમાવી દેનાર વ્યક્તિ પેરોસ્મિયાથી પિડિત કહેવાય છે. પેરોસ્મિયા એક મેડિકલ ટર્મ છે, જેનો ઉપયોગ એવી સ્થિતિ બનાવવા માટે કરવામાં આવે છે જેમાં પીડિત વ્યક્તિ સૂંઘવા અને સ્વાદ લેવાની શક્તિમાં સમસ્યા મહેસૂસ કરે છે. પેરોસ્મિયાથી પીડિત વ્યક્તિ ગંધને અલગ-અલગ પ્રકારે મહેસૂસ કરાવે છે. તે ગંધ મોટાભાગે સારી નથી હોતી.
ઉદાહરણ તરીકે પેરોસ્મિયાથી પીડિત વ્યક્તિને કૉફીની ગંધ એક બળેલા ટોસ્ટ જેવી આવે છે. કેટલાંક લોકોએ તેવી પણ ફરિયાદ કરી કે તેમને ટૂથપેસ્ટમાં મિંટના બદલે પેટ્રોલનો ટેસ્ટ આવે છે. ફિફ્થ સેંસનું કહેવુ છે કે તેમને પસંદ ન હોય તેવી ગંધોમાં બળવાની ગંધ, મળની ગંધ, સડતા માંસની ગંધ વગેરે સામેલ છે.
શું છે પેરોસ્મિયાનું કારણ
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રજીસ્ટર્ડ એક ચેરિટી એબ્સેંટ પેરોસ્મિયાથી પીડિતા લોકોની મદદ કરે છે. આ ચેરિટીનું કહેવુ છે કે આ સમસ્યા સામાન્ય રીતે તે લોકો મહેસૂસ કરે છે જે કોઇ રીતે વાયરસ અથવા ઇજાથી રિકવર થઇ રહ્યાં હોય છે.
ચેરિટીનું કહેવુ છે કે પેરોસ્મિયા એક અસ્થાયી સ્થિતિ છે અને તે પીડિત વ્યક્તિ પર કોઇ પ્રકારનો દુષ્પ્રભાવ નથી નાંખતી, તેથી તે હાર્મફુલ નથી. જો કે પેરોસ્મિયા કોઇપણ વ્યક્તિને ઘણા અઠવાડિયા સુધી પ્રભાવિત કરી શકે છે.
એબસેન્ટ અનુસાર, પેરોસ્મિયા દરમિયાન વ્યક્તિ પોતાના ખાન-પાનની પેટર્નમાં વિશેષ બદલાવ કરવાની જરૂર હોય છે. આવા વ્યક્તિએ એવુ ભોજન કરવાથી બચવુ જોઇએ જે સેંસ ઑફ સ્મેલને પ્રભાવિત કરે. પેરોસ્મિયાના કારણે પીડિત લોકોના સંબંધ પણ પોતાના નજીકના લોકોથી પ્રભાવિત થઇ શકે છે. આવા લોકો માટે સૌથી મોટો ખતરો ડિપ્રેશનમાં જવાનો હોય છે.
જર્નલ નેચરમાં પબ્લિશ એક રિસર્ચમાં તાજેતરમાં જ કહેવામાં આવ્યું છે કે પેરોસ્મિયા, પોસ્ટ-ઇંફેક્શિયસ લૉસ વાળા દર્દીઓના હાઇપ્રોપોર્શન સાથે જોડાયેલુ છે. આ અભ્યાસ અનુસાર, કોવિડ-19થી પીડિત લગભગ અડધા દર્દીઓએ પેરોસ્મિયાની ફરિયાદની જાણકારી આપી છે.
ઘણા દર્દીઓને પેરોસ્મિયા બીમારી 6 મહિના અથવા તેનાથી વધુ સમય સુધી રહી. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પેરોસ્મિયા એક પોઝિટિવ ઇંડિકેશન હોઇ શકે છે તે વાતનું કે ઓલફેક્ટ્રી સેંસરી ન્યૂરોન્સની રિકવરી થઇ રહી છે.
પેરોસ્મિયા માટે કોઇ સારવાર કે કોઇ દવા નથી. જો કે લોકોને સ્મેલ ટ્રેનિંગથી કેટલીક હદ સુધી લાભ મળી શકે છે. આ ઉપરાંત દર્દીઓને નોઝલ ડ્રોપ અને ટેબલેટનો ઉપયોગ કરવો જોઇએ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31