GSTV
Gujarat Government Advertisement

મસાજ: જે મહિલાને ગર્ભધારણ કરવામાં આવી રહી છે સમસ્યાઓ, તેમને કરવા જોઈએ આ મસાજ, પરિણામ મળશે ચોક્કસ

Last Updated on February 27, 2021 by

પ્રેગ્નેટ થવાનો પ્રયત્ન કરવો મહિલાઓ માટે તણાવભર્યૂ સાબિત થઈ શકે છે. મહિલાઓ ઝડપી ગર્ભધારણ કરવા માટે કેટલાય પ્રકારની સારવાર અને દવાઓનો સહારો લેતા હોય છે. જેમાં ખૂબ ખર્ચાઓ પણ થતાં હોય છએ. જો આવો કોઈ ઉપાય મળી જાય તો, જે સસ્તુ પણ હોય અને કારગાર પણ હોય. આવી જ એક રીત છે. ફર્ટિલિટી મસાજ. જે તમારી ફર્ટિલિટીમાં સુધાર કરવામાં સૌથી સરળ અને સસ્તૂ ઘરેલૂ ઉપાય છે.

ફર્ટિલિટી મસાજ એ મહિલાઓ માટે સારામાં સારો ઉપાય છે, જે સરળતાથી ગર્ભધારણ નથી કરી શકતી. આ મસાજની મદદથી તેમને પ્રાકૃતિક રીતે ગર્ભ ધારણ કરવામાં સરળતા રહે છે. સેલ્ફ ફર્ટિલિટી મસાજના કેટલાય ફાયદા છે. સૌથી સારી વાત એ છે કે, મહિલાઓ ઘરે બેઠા તેને સરળતાથી કરી શકે છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ મસાજ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કરવો જોઈએ. તો આવો જાણીએ આ મસાજ કઈ રીતે થાય છે અને તેના શું ફાયદા છે.

આ મસાજ પીરિયડ્સ સંપૂર્ણ પણે ખતમ થયા બાદ શરૂ કરવું જોઈએ. પીરિયડનો સમય જો ત્રણ દિવસનો હોય તો ચોથા દિવસથી મસાજ શરૂ કરી શકાય છે. ઓવ્યુલેશન થયા બાદ આ મસાજ ન કરો. ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી આ મસાજ કરતા રહો. તેનું પરિણામ ભલે થોડુ લેટ પણ મળશે જરૂર. એટલા માટે ધીરજ રાખો. આ મસાજ સવારે ખાલી પેટ કરવાથી ખૂબ વધારે લાભ મળે છે.

એંડોમેટ્રિઓસિસથી ગ્રસિત મહિલાઓ માટે આ મસાજ એક વરદાનરૂપ સાબિત થશે. જો કોઈ મહિલાની ફૈલિપિયન ટ્યૂબમાં બ્લોકેઝ છે, તો આ મસાજ કરવું ખૂબ બેસ્ટ રહેશે. જે મહિલાઓની પીસીઓએસ છે, ડોક્ટર્સ તેને ફર્ટિલિટી મસાજ કરવાની સલાહ આપતા હોય છે.

ફર્ટિલિટી મસાજ કેવી રીતે કરશો…

  • સૌથી પહેલા ફર્શ પર પીઠના બળે સુઈ જાવ.
  • મસાજ માટે એક તકિયો લો. જેને ઘૂંટણની વચ્ચે દબાવીને રાખો. આ દરમિયાન તમારા પગ એકદમ સીધા હોવા જોઈએ.
  • આ મસાજ કરવા માટે એરંડી અથવા કૈસ્ટર ઓયલ લો.
  • આ તેલને આપના પેટની નીચે એટલે કે, બૈલી બટનની આસપાસ આંગળીઓની મદદથી 10-15 મીનિટ સુધી મસાજ કરો. ધ્યાન રહે કે, સર્કુલર મોશનમાં પાંચ મિનીટ સુધી ક્લકવાઈસ કરવાની થાય છે.

આ મસાજના ફાયદાઓ

  • હોર્મોન ઈંબૈલેન્સની સમસ્યાને દૂર કરવામાં આ મસાજ ખૂબ જ ફાયદાકારક છે.
  • આ મસાજથી અંડાશયમાં તાજો ઓક્સિજન યુક્ત લોહી પહોંચે છે. આ ઉપરાંત અંડાશયના સ્વાસ્થયમાં સુધારો આવે છે.
  • ફર્ટિલિટી મસાજથી તણાવને દૂર કરી શકાય છે.
  • જે મહિલાઓમાં યુટરસ વાકુ અથવા ઝૂકેલી હોય છે, તેના કારણે કંસીવ નથી કરી શકતી, તેને સેલ્ફ ફર્ટિલિટી મસાજને નિયમીત રીતે કરવાથી ઝૂકેલી યુટરસ યોગ્ય પોઝિશનમાં આવી જાય છે.
  • આ મસાજને કરવાથી પ્રજનન ક્ષમતા વધે છે.
  • પીરિયડ્સ સાથે જોડાયેલી કોઈ સમસ્યા માટે ફર્ટિલીટ મસાજ ખૂબ લાભકારી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો