Last Updated on March 8, 2021 by
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખતા રેલ્વે વિભાગે વગર માસ્કે ફરનારા યાત્રીઓ પર ભારે દંડ ફટકારી રહી છે. પશ્ચિમ રેલ્વે (Western Railways) એ 1થી 6 માર્ચ સુધી કુલ 8.83 લાખ રૂપિયાનો દંડ યાત્રીઓ પાસેથી વસૂલ્યો છે. રેલ્વેએ નિવેદન રજૂ કરી આ અંગે જણાવ્યું છે. આ પહેલાં પશ્ચિમ રેલ્વેએ મુંબઇ નગર નિગમ (BMC) ની સાથે મળીને ફેબ્રુઆરી દરમ્યાન કુલ 5.97 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
રેલ્વે તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘પશ્ચિમ રેલ્વેએ 1થી 6 માર્ચ વચ્ચે જે પણ મુસાફરો વગર માસ્કે યાત્રા કરી રહ્યાં હતાં તેઓ પાસેથી દંડ વસૂલ્યો છે.’ એક નિવેદન અનુસાર 3,819 લોકોને દંડ ફટકાર્યો હતો, કારણ કે તેઓને સાર્વજનિક સ્થળો પર વગર માસ્કે ફરતા પકડવામાં આવ્યા હતાં. 430 દંડ સાથે, 26 ફેબ્રુઆરીના રોજ સૌથી વધારે મામલા સામે આવ્યાં, જેના પરિણામસ્વરૂપે દંડમાં 75,200 રૂપિયાની રકમ જમા થઇ હતી.’
Rs 8,83,100 collected in fine from people not wearing masks from 1st March till 6th March: Western Railways
— ANI (@ANI) March 8, 2021
રેલ્વેને થયું 17 હજાર કરોડનું નુકસાન
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કોરોના સંકટમાં રેલ્વેને અંદાજે 17 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગયા વર્ષની તુલનામાં રેલ્વેને ભાડા દ્વારા થનારી કમાણીમાં 8,283 કરોડનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
વર્ષ 2020માં કોરોના સંકટને કારણે રેલ્વેએ તમામ ટ્રેન સેવાઓ રદ કરી દીધી હતી. 12 મે બાદથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન અને કેટલીક અન્ય ટ્રેનોની સેવા પણ શરૂ કરવામાં આવી હતી. હવે કેટલીક વધુ પેસેન્જર ટ્રેનોને મેલની શ્રેણીમાં ચલાવવામાં આવી રહી છે.
તેજીથી વધી રહ્યાં છે કોરોનાના કેસ
તમને જણાવી દઇએ કે, એક વાર ફરીથી કોરોના વાયરસ સંક્રમણના મામલા તેજીથી વધી રહ્યાં છે. હાલમાં મહારાષ્ટ્ર સૌથી વધુ આગળ છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 11,141 નવા કેસ, 6,013ની રિકવરી અને 38 મોતના આંકડા સામે આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારના રોજ સવારે આ અંગેની જાણકારી આપી છે. રાજ્યમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા હવે 99,205 છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31