Last Updated on March 16, 2021 by
પશ્ચિમ બંગાળના અલગ અલગ વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તાઓને પાર્ટીના પ્રદેશ ચૂંટણી કાર્યાલય બહાર મંગળવારના રોજ પ્રદર્શન કરવાનું ચાલુ જ છે. પાર્ટીના જૂના અને નવા કાર્યકર્તાઓ વચ્ચે મતભેદ ખુલીને સામે આવી રહ્યા છે. કેનિંગ વેસ્ટ, મગરાહટ, કુલટાલી, જોયનગર અને બિષ્ણુપુરના ભાજપ કાર્યકર્તા સવારે અહીં હસ્ટિંગ કાર્યાલય બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની વચ્ચે મોટા પાયે ડખ્ખા થયાં હતી અને પોલીસ બોલાવી પડી હતી.
હાલમાં જ ટીએમસીમાંથી આવેલા ઉમેદવારને ભાજપે ટિકિટ આપી
કેનિંગ વેસ્ટના એક ભાજપ કાર્યકર્તાએ કહ્યુ હતું કે, અમે ઈચ્છીએ છીએ કે, કેનિંગ વેસ્ટ સીટથી અર્ણબ રોયને ઉમેદવારી પત્ર તાત્કાલિક પાછુ ખેંચી લેવા આદેશ આપે. તેઓ હજૂ પાંચ દિવસ પહેલા જ ટીએમસીમાંથી ભાજપમાં આવ્યા છે. અને તેમને ટિકિટ પણ આપી દીધી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, ભ્રષ્ટાચારમાં લથબથ એવા ટીએમસના નેતાને ભાજપે ટિકિટ આપી દીધી.
પ્રચારમાં નહીં જવાની ધમકી આપી
લાંબા સમયથી ભાજપના કાર્યકર્તા રહેલા મગરાહટના રોની મન્નાનું કહેવુ છે કે, જો ઉમેદવાર તાત્કાલિક પાછા નહીં ખેચાય તો અમે આવી રીતે જ બેસી રહીશું. અને ચૂંટણી પ્રચાર પણ નહીં કરીએ. અમુક કાર્યકર્તાઓએ તો મુખ્ય દરવાજાની સામે રાખેલા બેરીકૈડ અને કાર્યાલય પરિસરમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ ઘટના બાદ પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31