Last Updated on April 9, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દર વખતે કેન્દ્રીય સુરક્ષા દળો પર ભાજપની મદદ કરવા અને મતદાતાઓને મતદાન કરતા રોકવાનો આરોપ લગાવે છે. મમતાના આ આરોપોની ચૂંટણી પંચે નોંધ લીધી છે અને મમતાને નોટીસ મોકલી છે. અગાઉ પંચે મમતાને ‘મુસ્લિમોને એક સાથે આવવા’વાળા નિવેદન પર નોટિસ મોકલી હતી.
ચૂંટણી પંચે મોકલેલી નોટીસમાં મમતા બેનરજીના એ તમામ નિવેદન છે જે તેમણે કેન્દ્રીય સુરક્ષા દળોને લઇને આપ્યા છે. ટીએમસીના એક પ્રતિનિધિમંડળે 21 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ બોર્ડરની સુરક્ષામાં તૈનાત બીએસએફ પર એક પાર્ટીના પક્ષમાં ગ્રામીણોને ધમકાવવાના આરોપ લગાવ્યા હતા.
મમતાને મોકલેલી નોટીસમાં બીએસએફ પર લગાવેલા આરોપો પર ચૂંટણી પંચે જણાવ્યું કે બીએસએફ પર આરોપ લગાવવા દુર્ભાગ્યપૂર્ણ છે, બીએસએફ દેશની મહત્વપૂર્ણ ફોર્સમાંથી એક છે. તેથી તેમના પર પ્રશ્ન ઉભા કરવા એ ખોટું છે. તેની સાથે જ ચૂંટણી પંચે નોટિસમાં મમતાના એ નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેઓ કહી રહી છે કે મતદાતાઓને મતદાન કરવાથી CRPF રોકી રહી છે.
ચોથા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત
પશ્ચિમ બંગાળમાં 10 એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો ગુરુવારે સાંજે પાંચ વાગ્યે અંત આવી ગયો હતો. 10 એપ્રિલે રાજ્યના પાંચ જિલ્લાઓની 44 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. 10 એપ્રિલે યોજનાર ચૂંટણીમાં 58,82,514 પુરુષો અને 56,98,218 મહિલાઓ મતદાન કરશે. શનિવારે થનારી ચૂંટણીમાં કુલ 373 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે.
TMC સાંસદ અભિષેક બેનરજીનો મોટો આરોપ
આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનરજીએ આરોપ મૂક્યો છે કે ભાજપ પૈસાના જોરે મત ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બેનરજીએ લોકોને અપીલ કરી છે કે તેઓ ભાજપ દ્વારા વહેંચવામાં આવતા નાણાં ભલે લે પણ મત તો તૃણમુલને જ આપજો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 500 રૂપિયાની ઓફર કરવામાં આવે તો 5,000 રૂપિયા માંગજો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31