GSTV
Gujarat Government Advertisement

બંગાળ ચૂંટણી / નોટિસથી ડરતી નથી, ચૂંટણી પંચ થાય તે કરી લે, હું બોલતી રહીશ : મમતાની ખુલ્લી ધમકી

બંગાળ ચૂંટણી

Last Updated on April 10, 2021 by

બંગાળમાં સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે તેવા તદ્ન પાયાહિન અને ઉશ્કેરણીજનક નિવેદન બદલ ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને વધુ એક નોટિસ ફટકારી છે. મમતાએ મુસ્લિમોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા હાકલ કરી તે મુદ્દે ભાજપની ફરિયાદ પર પણ ચૂંટણી પંચે મમતાને નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચની નોટિસ છતાં મમતાએ જણાવ્યું હતું કે તે ચૂંટણી પંચની નોટિસોથી ડરતી નથી અને તેમનાથી થાય તે કરી લે. હું બોલતી રહીશ કે સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરે છે.

બંગાળ ચૂંટણી

નોટિસને લઇ મને કોઇ ચિંતા નથી- મમતા બેનરજી

ચૂંટણી પંચની નોટિસને ટાંકીને મમતાએ પણ કહ્યું હતું કે આ નોટિસને લઇને મને કોઇ જ ચિંતા નથી, મે જે પણ કઇ કહ્યું તે સાચુ છે અને તેને લઇને મક્કમ છું, મારી સામે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. એટલું જ નહીં મમતા બેનરજીઓ એમ પણ કહ્યું કે ચૂંટણી પંચ પણ ભાજપ માટે કામ કરે છે. મતદાનના દિવસે વડાપ્રધાન મોદી ચૂંટણી સભાઓ કરે છે ત્યારે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

CRPF જવાનો પર આપ્યું નિવેદન

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સીઆરપીએફ જવાનો તૈનાત છે તેને લઇને કેટલાક નિવેદન આપ્યા હતા. મમતાએ દાવો કર્યો હતો કે બંગાળમાં તૈનાત સીઆરપીએફ જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે. આ મામલે હવે મમતાને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે જવાબ માગ્યો છે.

મમતાએ લઘુમતિઓને ભાજપને વોટ ના આપવા કહ્યું હતું

અગાઉ ભાજપની ફરિયાદના આધારે ચૂંટણી પંચે મમતાને એક નોટિસ પાઠવી હતી જેમાં તેમના પર લઘુમતીઓને ભાજપને મત ન આપવાની અપીલ કરી આચાર સંહિતાનો ભંગ કર્યાનો દાવો કરાયો હતો. જ્યારે હવે સુરક્ષા જવાનો અંગે મમતાએ જે નિવેદનો રેલીઓમાં આપ્યા હતા તેને લઇને પણ નોટિસ પાઠવી છે. જોકે હવે ફરી એક નોટિસ મમતાને પાઠવીને જવાબ માગવામાં આવ્યો છે.

બંગાળ ચૂંટણી

મમતાએ આચાર સંહિતાનો ભંગ કર્યો

મમતાના આ નિવેદનો બદલ તેમની સામે આચાર સંહિતાનો ભંગ ઉપરાંત આઇપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ નોટિસનો જવાબ આપવા માટે મમતાને શનિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ મમતાએ નંદીગ્રામમાં તેમજ અન્ય જગ્યાએ સભાઓને સંબોધતા દાવો કર્યો હતો કે બહારની પોલીસ અહીં તૈનાત કરી દેવાઇ છે. જ્યારે સુરક્ષામાં તૈનાત જવાનો ભાજપના લોકો હિંસા ફેલાવે છે તે મુદ્દે કોઇ જ કાર્યવાહી નથી કરી રહ્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો