GSTV
Gujarat Government Advertisement

એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ ભારત નહીં નરેન્દ્ર મોદી હશે, બંગાળ નહીં તમારા હોમ સ્ટેટ ગુજરાતના આંકડાઓ જુઓ

Last Updated on March 8, 2021 by

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોવિડ -19 રસીકરણના પ્રમાણપત્રો પર વડા પ્રધાનની તસવીર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર લેવામાં આવશે. એક દિવસ અગાઉ વડા પ્રધાન મોદી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા બેનરજીએ ગુજરાત અને બંગાળની તુલના કરી હતી અને ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા હતા.

બે વર્ષમાં દરરોજ બળાત્કારના ચાર અને હત્યાના બે બનાવો બન્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, મોદી-શાહના ‘ગુજરાત રાજ્યના મોડેલ રાજ્યમાં, છેલ્લાં બે વર્ષમાં દરરોજ બળાત્કારના ચાર અને હત્યાના બે બનાવો બન્યા છે. પીએમ મોદીએ બંગાળ પ્રત્યે પુત્રી માટે અસુરક્ષિત હોવાના નિવેદન પર તેમણે કહ્યું હતું કે જો અહીં સુરક્ષા ન હોત તો મહિલાઓ રાત્રે મુક્તપણે ફરતી ના હોત.

મમતા બંગાળની પુત્રી નથી પરંતુ ઘુસણખોરો અને રોહિંગ્યાઓની

ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ નંદિગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. મમતા બંગાળની પુત્રી નથી પરંતુ ઘુસણખોરો અને રોહિંગ્યાઓની છે. જો ટીએમસી સત્તા પર આવશે તો બંગાળ કાશ્મીર બની જશે ટીએમસી અને ડાબેરી કોંગ્રેસ જોડાણ તુષ્ટિકરણનું રાજકારણ કરીને બંગાળને વિભાજિત કરવા માગે છે. પૂર્વ પાર્ટી પર ચુસ્ત નિવેડો લેતા કહ્યું કે ટીએમસી એક ખાનગી લિમિટેડ કંપની બની ગઈ છે.ટીએમસી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના અધ્યક્ષ છે, મમતા બેનર્જી અને ભ્રષ્ટ ભત્રીજા તેના એમડી છે.

કોલકાતામાં પદયાત્રા થકી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો

વડાપ્રધાન મોદીની કોલકાતામાં રેલી બાદ આજે સતત બીજા દિવસે તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. મહિલા દિવસ પર મમતા બેનર્જીએ કોલકાતામાં પદયાત્રા થકી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પદયાત્રા થકી ટીએમસી ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેતા અપરાધનો મુદ્દો ઉઠાવી ભાજપ પર હુમલો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ પદયાત્રામાં ઘણી કોલેજ સ્ટુડન્ટ્સ પણ જોડાઈ હતી.

ભાજપના મિશન બંગાળને કોઈપણ ભોગે સફળ થવા દેવા માંગતી નથી

 મમતા ભાજપના મિશન બંગાળને કોઈપણ ભોગે સફળ થવા દેવા માંગતી નથી. આ જ કારણે તે હવે ભાજપ પર પ્રહાર કરવા યુપી પ્લાન બનાવ્યો છે. જે હેઠળ ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારના રાજમાં મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ ઘણીવાર મમતા રાજમાં મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધનો મુદ્દો ઉઠાવી ચૂક્યું છે. આ મામલે ભાજપે બંગાળમાં પોસ્ટર વોર પણ શરૂ કર્યો હતો. હવે મમતા 50 મહિલાઓને ટિકિટ આપવાની સાથે ઉત્તર પ્રદેશમાં અપરાધનો મુદ્દો ઉઠાવી ભાજપ પર વળતો પ્રહાર કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો