GSTV
Gujarat Government Advertisement

બંગાળનું દંગલ/ ભાજપના સાંસદના ઘર પાસે બોમ્બ વડે હુમલો, CCTV કેમેરા પણ તોડી નખાયા

Last Updated on March 18, 2021 by

બંગાળમાં ચૂંટણી પ્રચારની સાથે જ સતત હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઉત્તરી 24 પરગણાના જગદલ ખાતે ક્રુડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 3 લોકો ઘાયલ થયા છે. હુમલો થયો તે સ્થળ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરથી સાવ નજીક આવેલું છે જેથી ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરશે. 

ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરશે

બૈરકપુરથી ભાજપના સાંસદ અર્જુન સિંહે જણાવ્યું કે, 3 લોકોએ તેમના સાથીદારો સાથે મળીને આશરે 15 સ્થળોએ બોમ્બ ફેંક્યા હતા અને પોલીસ દ્વારા લગાવવામાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પોલીસ અધિકારી એસીપી એપી ચૌધરીએ આ હુમલામાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી. 

TMC એટલે હિંસાનું રાજકારણઃ વિજયવર્ગીય

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આ હુમલાના અનુસંધાને ટીએમસી ‘હિંસાના રાજકારણનો પર્યાય’ છે તે અર્થનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આચારસંહિતા લાગુ થયા બાદ પણ ગુંડાઓ દ્વારા બોમ્બમારો અને ગોળીઓનો વરસાદ ચાલુ છે. ચૂંટણી પંચે આ ઘટનાને ચેતવણી તરીકે લેવી જોઈએ નહીં તો મતદાન શાંતિપૂર્ણ રીતે થશે કે નહીં તે પણ શંકા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો