Last Updated on March 11, 2021 by
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર આખા દેશની નજર છે. નંદીગ્રામમાં મમતા બેનરજી વિરૂધ્ધ સુવેન્દુ અધિકારીનો જંગ છે. તૃણમૂલ કોંગ્રેસ છોડીને આવેલા અધિકારી છેલ્લી ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા. આ મતવિસ્તાર અધિકારીનો ગઢ ગણાય છે પણ મમતાએ અધિકારીને તેમના જ ગઢમાં પડકારીને જંગને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. મમતાએ પોતાના ભત્રીજા અભિષેકને નંદીગ્રામની જવાબદારી સોંપી છે. મમતાના સમર્થનમાં બંગાળી ફિલ્મોનો સુપરસ્ટાર અને દેવ પણ પ્રચાર માટે આવશે.
સ્મૃતિ, ધર્મેન્દ્ર, મિથુનની ત્રિપુટી મતદાન પતે ત્યાં સુધી નંદીગ્રામમાં જ રહેશે
ભાજપે પણ આ જંગને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને સ્મૃતિ ઈરાની અને ધર્મેન્દ્ર પ્રધાનને નંદીગ્રામ રવાના કર્યાં છે. ભાજપમાં તાજેતરમાં જોડાયેલા ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને પણ નંદીગ્રામમાં ધામા નાંખવા કહી દેવાયું છે. સ્મૃતિ, ધર્મેન્દ્ર, મિથુનની ત્રિપુટીને મતદાન પતે ત્યાં સુધી નંદીગ્રામમાં જ રહેવા કહી દેવાયું છે.
નંદીગ્રામમાં ભાજપ હજુ બીજા સ્ટાર પ્રચારકોને પણ ઉતારશે પણ ભાજપને સ્થાનિક સ્તરે જોરદાર લોકપ્રિયતા ધરાવતા પ્રચારકોની જરૂર છે. મમતાના ડરથી બંગાળી સ્ટાર્સ તૈયાર નથી એ મુદ્દો ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31