GSTV
Gujarat Government Advertisement

ફેંકમફેંક/ બંગાળમાં દરેક જિલ્લામાં બોમ્બ ફેક્ટરી, ગૃહમંત્રાલય પાસે નથી વિગતો કે કેટલી છે તો અમિત શાહને ક્યાંથી ખબર પડી?

Last Updated on March 12, 2021 by

અમિત શાહે મમતા બેનરજી સરકારને નિષ્ફળ ગણાવવા કહેલી વાત તેમને જ ભારે પડી રહી છે. શાહે ઓક્ટોબરમાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, મમતા બેનરજીના શાસનમાં બંગાળ બરબાદ થઈ ગયું છે અને કાયદો-વ્યવસ્થા છે જ નહીં, દરેક જિલ્લામાં બોમ્બ બનાવવાની ફેક્ટરી છે.

અમિત શાહના દાવા બાદ થઇ આરટીઆઈ અરજી

શાહના આ દાવા પછી આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરીને બંગાળમાં બોમ્બ બનાવવાની કેટલી ફેક્ટરીઓ છે તેની માહિતી ગૃહ મંત્રાલય પાસે માગવામાં આવી હતી. ગહ મંત્રાલયે જવાબ આપ્યો છે કે તેની પાસે બંગાળની બોમ્બ ફેક્ટરીઓ અંગે કોઈ માહિતી નથી. ગૃહ મંત્રાલયે આ માહિતી માટે બંગાળ પોલીસનો સંપર્ક કરવા સલાહ આપી છે.

અમિત શાહ

શાહ પર ઉઠી રહ્યા છે સવાલ

શાહનો ઈન્ટરવ્યૂ અને ગૃહ મંત્રાલયનો જવાબ સાથે મૂકીને સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે, શાહના પોતાના મંત્રાલય પાસે જેની માહિતી નથી એ વિગતો શાહ ક્યાંથી લઈ આવ્યા ? લોકો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, શાહે બંગાળના દરેક જિલ્લાની બોમ્બ ફેક્ટરીનું એડ્રેસ જાહેર કરવું જોઈએ કે જેથી બંગાળના અર્થતંત્રને પ્રોત્સાહન મળે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો