Last Updated on March 20, 2021 by
દરેક સ્ત્રીને તેના પિરિયડ્સના સમયગાળા દરમિયાન વિવિધ સમસ્યાઓ થતી હોય છે. કોઈના પેટમાં તીક્ષ્ણ પીડા થાય છે, કોઈને બ્લડ ક્લોટિંગની સમસ્યા થતી હોય છે, કોઈ હાથ-પગમાં દુખવા લાગે છે અને કોઈની ભૂખ ન લાગવાની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ ચંદીગઢની 25 વર્ષીય મહિલાને તેની પીરિયડ્સ દરમિયાન તેની આંખોમાંથી લોહી નીકળવાની સમસ્યા છે.
આંખોમાંથી બહાર આવે છે લોહીના આંસુ
ચંદીગઢમાં રહેતી આ 25 વર્ષીય મહિલાનો મામલો બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ મુજબ, 5 વર્ષ પહેલાં, મહિલાએ આંખોમાંથી લોહી નીકળવા પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ સમય દરમિયાન, સ્ત્રીને કોઈ પણ પ્રકારનો દુખાવો કે અન્ય સમસ્યા ન હતી. આવું તેની સાથે બે વાર બન્યું. ઘણા પરીક્ષણો કર્યા પછી પણ ડોકટરો આ વિચિત્ર સમસ્યાને સમજી શક્યા નહીં.
ફક્ત પીરિયડ દરમિયાન મહિલાની આંખોમાંથી લોહી નીકળતું હતું
આ કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી, ડોકટરો સમજી ગયા કે ફક્ત પીરિયડ દરમિયાન મહિલાની આંખોમાંથી લોહી નીકળતું હતું. મહિલાના અનેક પરીક્ષણો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે આ દુર્લભ સ્થિતિ ‘ઓક્યુલર વાઇકરિયસ માસિક સ્રાવ’ (Ocular Vicarious Menstruation) છે, જે પીરિયડ્સમાં ગર્ભાશય સિવાયના અન્ય અવયવોમાંથી લોહીનું કારણ બને છે. હોઠ, આંખો, ફેફસાં, પેટ અને નાકમાંથી પણ રક્તસ્ત્રાવ થઈ શકે છે. આ કિસ્સામાં, મહિલાની આંખોમાંથી બ્લિડિંગ થતું હતું.
સ્ત્રીની ઓક્યુલર બ્લિડિંગનો કોઈ પારિવારિક ઇતિહાસ નથી
આ સ્ત્રીની ઓક્યુલર બ્લિડિંગનો કોઈ પારિવારિક ઇતિહાસ નથી. આને કારણે પણ ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા હતા. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ મહિલાને 3 મહિનાની હોર્મોનલ ટ્રીટમેન્ટ પછી સાજી કરવામાં આવી હતી. આ એક અત્યંત દુર્લભ તબીબી સ્થિતિ છે. તેને હેમોલ્રાક્ટિઆ (Haemolacria) એટલે કે લોહિયાળ આંસુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31