Last Updated on March 28, 2021 by
વધતા વજનને ઘટાડવા અમે વિવિધ ઉપાયો બતાવી રહ્યા છીએ. કેટલાક લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડતા હોય છે જ્યારે કેટલાક લોકો તેમના આહાર પર વિશેષ ધ્યાન આપે છે. આ રીતે, આપણા રસોડામાં કેટલીક વસ્તુઓ છે જેનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છો. મેથીના દાણા તેમાંથી એક છે. મેથીના દાણામાં અનેક પોષક ગુણધર્મો હોય છે. ચરબી બર્ન કરવાનું કામ પણ કરે છે.
મેથીના દાણામાં ઘણા ઔષધીય ગુણધર્મો છે જેનો આપણે ઘણા વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છીએ. તેમાં ફાઇબર, આયર્ન, વિટામિન એ અને ડી ભરપુર માત્રામાં છે. જો તમે મેથીની દાણાનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો, તો તમારું વજન જલ્દીથી ઘટી શકે છે. મેથીમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચક શક્તિને વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત, તે શરીરને ડિટોક્સિફાઇઝ કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીના દાણાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ તમારી સુગરને નિયંત્રણમાં રાખે છે.
સવારે મેથીનો દાણા પીવો
વજન ઓછું કરવા માટે સવારે એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા નાંખીને પીવો. આ માટે તમારે રાત્રે મેથીના દાણા પાણીમાં રાખવા પડશે. મેથીના દાણાને પાણીમાં ઉકાળો અને ગાળી લો. થોડી વાર પછી ઠંડુ થયા પછી તેને પીવો. તે તમારા શરીરમાં ડિટોક્સિફાઇંગ એજન્ટ તરીકે કામ કરે છે. આ પીણામાં ઝીરો કેલરી હોય છે. આનું સેવન કરવાથી, તમને કબજિયાતની સમસ્યા નહીં થાય.
મેથીની ચા
જો તમે ઓછી કેલરીવાળી ચા પીવા માંગતા હોવ તો મેથીની ચા એક સારો વિકલ્પ છે. આ ચાની વિશેષતા એ છે કે તેમાં એવી બધી વસ્તુઓ શામેલ છે જે પેટની ચરબી ઘટાડે છે. તેને બનાવવા માટે, એક ચમચી મેથી, તજ અને થોડું આદુ નાખો. તેને પીવાથી શરીરને ડિટોક્સિફાઇઝ કરવામાં આવે છે. આ સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે.
મેથીના દાણા અને મધ
વજન ઓછુ કરવા મમાટે મેથીના દાણા અને મધનો ઉપયોગ કરો. મધ મેચરલ ઈમ્યૂનિટી બૂસ્ટર છે. આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના માટે તમારે મેથીની પેસ્ટમાં મધ અને લીંબુ ભેલવીને પી શકો છો. તેમાં કેલેરીની માત્રા ખૂબ ઓછી હોય છે. તમે તેને હર્બલ ટી ની રીતે પી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31