Last Updated on March 17, 2021 by
મોટા ભાગે પત્નીઓ પોતાના પતિ પાસે ગિફ્ટમાં સોના, ચાંદી અથવા તો રૂપિયા માગતી હોય છે. પણ એક યુવાન પાકિસ્તાની લેખિકાએ પોતાના પતિ સામે એવી શરત રાખી કે, જેને જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસ્લામિક કાનૂન અનુસાર ફક્ત દુલ્હનનો જ તેનો હક મહેર પર અધિકાર હોય છે, અને તેને આપવું એ પતિ માટે કાયદાકીય રીતે જવાબદારી હોય છે. આ નિયમ અંતર્ગત પાકિસ્તાની યુવા લેખિકાએ પોતાના પતિ પાસે એક લાખ રૂપિયાના પુસ્તક માગીને સૌ કોઈને અચંબિત કરી મુક્યા હતા.
સજીધજીને પુસ્તકો સાથે ખુશ દેખાઈ આ દુલ્હન
પાકિસ્તાની યુવા લેખિતા નાયલા શમલ ખૈબર પખ્તૂનખ્વાં વિસ્તારના મરદાનની રહેવાસી છે અને તે પણ એક લેખક સાથે જ લગ્ન કરી રહી છે. તેણે સોનૂ, ચાંદી કે કોઈ ભારે વસ્તુ નહીં પણ મેહરમાં પુસ્તકો માગ્યા હતા. તેણે સજીધજીને પુસ્તકોની વચ્ચે શૂટ કરેલો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તે જણાવી રહી છે કે, તેણે પતિ પાસે શા માટે પુસ્તકોની માગણી કરી હતી.
A bride Naila Shamal in Mardan KPK, Pakistan demanded books in Haq Mehr, worth 100k. The bride and the groom both are writers.
— Mona Farooq Ahmad (@MFChaudhryy) March 16, 2021
How much you love books? ? pic.twitter.com/zTQAVncYkF
લેખિકાએ આ કારણે માગ્યા પુસ્તકો
નાયલા જણાવે છે કે, અમાર દેશમાં મોંઘવારી ખૂબ વધારે છે અને બીજી વાત કે, આવી રીતે તે કુપ્રથાને ખતમ કરવા માગે છે. સોનૂ અને ચાંદી તો દરેક સ્ત્રી માગે છે, પણ એક લેખિકા હોવાના નાતે મારે પુસ્તકો જોઈએ, કારણ કે, હું જ પુસ્તકોની કદર નહીં કરૂ તો બીજા લોકો કેવી રીતે પુસ્તકોની કદર કરશે. સોશિયલ મીડિયા પર નાયલાના આ વીડિયોના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31