Last Updated on March 5, 2021 by
કોરોના આવ્યા તે પહેલા 10થી 13 રૂપિયા પ્રતિ કિલો પસ્તીની કિંમત આજે 22થી 24 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે. પણ બની શકે છે કે,પસ્તીવાળો આપના હજૂ પણ જૂના ભાવો જ આપતો હોય. ઘરોમાંથી છાપાના કાગળ અને પસ્તી 10થી 12 રૂપિયા કિલો પર લઈ રહ્યા છે. પણ પસ્તીની ગેરકાયદેસર સંગ્રહ કરતા લોકો પેપર મિલ્સ માટે તેમના ભાવ વધારી દેતા હોય છે.
આ કારણે વધ્યા ભાવ
આઈએઆરપીએમએના પ્રેસિડેંટ પ્રમોદ અગ્રવાલે કહ્યુ હતું કે, આનાથી ઉદ્યોગો પર ખોટી અસર પડે છે. ક્રાફ્ટ વેસ્ટ પેપરની કિંમતો પણ 22 રૂપિયા કિલો પહોંચી ગઈ છે. જે કોરોનાથી પહેલાના સમયમાં આ ભાવ 10 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે વેચાઈ રહી હતી. પસ્તીની કિંમતોમાં વધારાને કાગળોની જમાખોરી અને કાર્ટેલાઈઝેશનને જવાબદાર ઠેરવ્યા છે.
પસ્તીની કિંમતમાં છેલ્લા છ મહિનામાં ડબલ થયા ભાવ
ઈંડિયન એગ્રો એન્ડ રિસાઈકિલ્ડ પેપર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કુલ પેપર એન્ડ પેપરબોર્ડ પ્રોડક્શનમાં 65થી 70 ટકા સુધી ભાગીદારી રાખનારી રીસાઈકિલ્ડ ફાઈબર એટલે કે, પસ્તી કાગળ પર આધારિત પેપર મિમ્સ અણધાર્યા સંકટનો સામનો કરી રહી છે. તેનાથી કાચા માલ એટલે કે, પસ્તીની કાગળોમાં છેલ્લા છ મહિનામાં તેના ભાવ ડબલ થયા છે.
પસ્તીના સ્ટોક કેન્દ્રો પર દરોડા પાડ્યા
વાણિજ્યિક મંત્રાલયને લખેલા પત્રમાં IARPMA એ કહ્યુ હતું કે, દેશમાં વાર્ષિક 2.5 કરોડ ટન કાગળનું ઉત્પાદન થાય છે. અને તેમાંથી લગભગ 1.7 કરોડ ટન કાગળનું ઉત્પાદન પસ્તી આધારિત કાગળનું ઉત્પાદન પેપર મિલ્સ કરતી હોય છે. પસ્તીના કાગળમાં વધારાના કારણે કાગળના ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની કમીથી રાઈટીંગ, પ્રિન્ટીંગ, ન્યૂઝપ્રિન્ટ અને પેકેઝીંગ ઈંડસ્ટ્રીઝ પર પણ પ્રભાવ પડ્યો છે. એક એવો પણ આરોપ લગાવ્યો છે કે, અંગત કારણોસર કૃત્રિમ રીતે પસ્તીના કાગળોની કમીનો માહોલ ઉભો કરવામાં આવે છે. IARPMA સરકારના હસ્તક્ષેપ કરવા અને ગોદામમાં કાગળના સ્ટોકમાં કેન્દ્રો પર દરોડ પાડી જમાખોરીને કાબૂમાં લાવવામાં આવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31