GSTV
Gujarat Government Advertisement

વેપારીઓ માટે ચેતવણી/ એક એપ્રિલથી GSTમાં બદલાઈ રહ્યાં છે આ નિયમો, જો ભૂલો કરી તો રોકડમાં ભરવો પડશે મસમોટો દંડ

Last Updated on March 27, 2021 by

તા.૧ એપ્રિલથી વેપારીઓ માટે જીએસટી સંદર્ભે કેટલાક નવા સુધારા અમલમાં આવશે, જે નીચે મુજબ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ ૧ થી શરૃ કરવી પડશે. જેમનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ કરોડથી વધુ છે તેણે જે માહિતી વેચાણ બિલોમાં દર્શાવાની છે તે વેબસાઇટના પોર્ટલથી બનાવવાની રહેશે.

વેરો ભર્યાના પુરાવા મેળવી લેજો

જેમનું ટર્નઓવર રૃા.૫ કરોડ સુધી તેણે ચાર આંકડામાં વેચાણ બિલોમાં એચએસએન નંબર દર્શાવાના રહેશે જેને માલ વેચ્યો હશે તેના વેચાણ બિલો અથવા ઉધાર નોંધ અથવા તો વેરો ભર્યાનો પૂરાવો મેળવી લેવાનો રહેશે. જો વિગતો આઉટવર્ડ સપ્લાયના સ્ટેટમેન્ટમાં નહીં હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે.

વ્યાજ ન ભરે તો જપ્ત થશે મિલ્કત

વેપારી સેલ્ફ આકારણી કરીને પત્રકો ભરે અને તેમાં વેરો અને વ્યાજ ન ભરે તો જંગમ અથવા સ્થાવર મિલકત જપ્ત કરી શકાશે. માલની હેરફેર વખતે જીએસટી કાયદાનું ઉલ્લંઘન થાય તો માલ, વાહન અને દસ્તાવેજ કરી શકશે. વાહન અટકાવતા માલનો માલિક હાજર થાય તો ભરવાપાત્ર વેરાના ૨૦૦ ટકા અને માલ માફ કરવા પાત્ર હોય તો માલની કિંમતના બે ટકા અને મહત્તમ ૨૫ હજારનો દંડ થશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે વેપારીએ એલયુટી (લેટર ઓફ અન્ડર ટેકિંગ) માટે અરજી કરી દેવી, તેમ ટેક્સ બાર એસો.ના મીડિયા કન્વીનરે કહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો