Last Updated on March 22, 2021 by
જો તમારા આધાર કાર્ડ પર તમારો ફોટો ખરાબ પ્રિન્ટ થયો છે અને તમે તેને બદલવાની પ્લાનિંગ કરી રહ્યા છો પરંતુ બદલી શકતા નથી તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને ખૂબ જ સરળ રીતો બતાવા જઈ રહ્યા છીએ જેનાથી તમે સરળતાથી પોતાનો સારો ફોટો આધાર પર લગાવી શકો છો.
જણાવી દઈએ કે, UIDAI પહેલા આધાર કાર્ડમાં નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે -સાથે તેમાં લાગેલા ફોટો ને અપડેટ કરાવવા માટે ઓનલાઈન સૂવિધા અપાતી હતી પરંતુ હવે તમે ઓનલાઈન માત્ર સરનામુ બદલી શકો છો. તે ઉપરાંત અન્ય બદલાવ માટે તમારે ઓફલાઈન અપ્લાઈ કરવી પડશે. એવામાં જો તમે તમારા ફોટોમાં કોઈ પ્રકારના બદલાવ કરવા ઈચ્છો છો તો તેના માટે પોતાના નજીકના નામાંકન કેન્દ્ર પર જવુ પડશે અને બાદમાં પોસ્ટ દ્વારા અપ્લાઈ કરવી પડશે. તો ચાલો જાણીએ તેની પ્રોસેસ
UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ પર Get AADHAAR સેક્શનમાં જઈને આધાર નામાંકન/ અપડેટ ફોર્મને ડાઉનલોડ કરો અને ત્યારબાદ ફોર્મને ભરીને આધાર સેવા કેન્દ્રમાં જઈને જમા કરાવો. નોમિનેશન સેંટર પર તમારે ફિંગરપ્રિન્ટ્સ, રેટીના સ્કેન અને ફોટોગ્રાફને બીજીવાર કેપ્ચર કરાશે અને પોતાની જાણકારી અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. તે કર્યા બાદ તમારો ફોટોને અપડેટ કરવા માટે અરજી સ્વીકાર થાય તે બાદ એક URN પ્રાપ્ત થશે. આ નંબરો દ્વારા તમે તમારી અરજીને ઓનલાઈન ટ્રેક કરી શકો છો. જે બાદ તમને અપડેટેડ પિક્ચર સાથે નવુ આધાર કાર્ડ લગભગ 90 દિવસોમાં મળી જશે.
પત્ર લખીને પણ કરી શકો છો અપડેટ
ડજો તમે આધાર સેવા કેન્દ્ર જવા નથી ઈચ્છતા તો તમે UIDAIના ક્ષેત્રીય કાર્યાલયને લખીને આધારકાર્ડમાં સુધારો કરાવી શકો છો. જે માટે https://uidai.gov.in/ પર જઈ અને ‘Aadhaar Card Update Correction’ફોર્મને ડાઉનલોડ કરો. જે બાદ ફોર્મમાં પૂછાયેલી વિગતોને ભરો અને પછી UIDAI ના ક્ષેત્રીય કાર્યાલયના નામ આધાર કાર્ડ પર અપડેટ કરાવવા માટે એક લેટર લખો અને તેની સાથે સેલ્ફ અટેસ્ટેડ ફોટો અટેચ કરો અને તેને પોસ્ટ કતરી દો. જે બાદ એક સપ્તાહની અંદર નવા ફોટોગ્રાફ સાથે આધાર કાર્ડ તમારા ધરે પહોંચી જશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31