GSTV
Gujarat Government Advertisement

મોબાઇલ યુઝર્સને મોટો ઝટકો/ Viએ આ પ્લાન્સ કરી નાંખ્યા મોંઘા, એક જ ઝાટકે સીધા 100 રૂપિયાનો વધારો

Vi

Last Updated on March 23, 2021 by

મોબાઈલનો ઉપયોગ કરવો હવે મોંઘો થઈ ગયો છે. મોબાઇલ પર કૉલિંગ, એસએમએસ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. પોસ્ટપેઇડ કનેક્શન યુઝર્સ સાથે તેની શરૂઆત થઇ ચુકી છે. મોબાઈલ ઓપરેટરોએ તેમના પ્લાન્સની કિંમત વધારવાની શરૂઆત કરી દીધી છે.

Viએ મોંઘા કર્યા પ્લાન્સ

Vi (Vodafone-Idea) એ પોતાના પ્લાન્સ મોંઘા બનાવી દીધા છે. એક રિપોર્ટ મુજબ, Viએ તેના કેટલાક પોસ્ટપેઇડ પ્લાન્સના માસિક ભાડામાં વધારો કર્યો છે. કંપનીએ બે પોસ્ટપેડ પ્લાન્સ મોંઘા કર્યા છે.

Vi

Viના આ બંને પ્લાન્સ માટે વધુ પૈસા ચૂકવવા પડશે

મળતી માહિતી અનુસાર Viએ તેના 598 અને 649 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન મોંઘા બનાવ્યા છે. હવે તમારે 598 રૂપિયાના પ્લાનમાં 101 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ પોસ્ટપેડ પ્લાન માટે હવે 699 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, 649 રૂપિયાના પ્લાનમાં 150 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોએ આ પોસ્ટપેડ પ્લાન માટે 799 રૂપિયા ચૂકવવા પડશે.

તમામ સર્કલો માટે નવું ટેરિફ લાગુ

રિપોર્ટમાં જણાવાયું છે કે હવે Vi તમામ સર્કલમાં નવા ટેરિફ હેઠળ બિલ જનરેટ કરશે. જણાવી દઈએ કે અત્યાર સુધી આ પ્લાન્સની કિંમત ફક્ત પાંચ સર્કલોમાં વધારવામાં આવી હતી.

vi

શું ફાયદો થશે

પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયા 799 ના નવા પ્લાનમાં તમને ત્રણ કનેક્શન્સ (1 પ્રાયમરી અને 2 એડ-ઓન્સ) મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને મફત એસએમએસ સિવાય, યુઝર્સને 120 GB ડેટા (60 GB પ્રાઇમરી + 30 GB એડ ઑન) મળશે. આ ઉપરાંત ગ્રાહકોને ઓટીટી સબ્સ્ક્રિપ્શન મફત મળશે.

અન્ય ટેલિકોમ કંપનીઓ પણ મોંઘા કરી શકે છે પ્લાન્સ

નિષ્ણાંતોનું કહેવું છે કે એરટેલ અને જિઓ જેવા ટેલિકોમ ઓપરેટર્સ પણ આગામી દિવસોમાં તેમના પ્લાન્સને મોંઘા કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, એવું જોવામાં આવ્યું છે કે મોબાઇલ ટેરિફ વધારવાના મામલે Vi આગળ છે. અન્ય ઓપરેટરો પછીથી દરમાં વધારો કરે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો