Last Updated on March 29, 2021 by
રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 329 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ એક મોટા લક્ષ્યનો પીછો કરી એક સમયે વિજય તરફ આગળ વધી રહી હતી. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ આદિલ રાશિદનો એક જોરદાર કેચ કરીને મેચમાં ભારતની વાપસી કરાવી.
કોહલીએ ડાઇવ કરીને એક હાથે કેચ કર્યો
ઇંગ્લેન્ડે 39 ઓવર પછી 7 વિકેટે 256 રન બનાવ્યા હતા. તે સમયે સેમ કરેન 46 અને આદિલ રાશિદે 19 રને અણનમ રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 40 મી ઓવર શાર્દુલ ઠાકુરને સોંપી, જેણે અગાઉ ત્રણ વિકેટ ઝડપી હતી. સેમ કરેને 40 મી ઓવરના પ્રથમ બોલ પર રન બનાવ્યો. તેનો આગલો બોલ આદિલ રાશિદે કવરની નજીક રમવાનો પ્રયાસ કર્યો, જેને વિરાટ કોહલીએ તેની ડાબી બાજુ ડાઇવ કરતાં એક હાથે કેચ કર્યો. આ સાથે જ ઈંગ્લેન્ડની આઠમી વિકેટ ઝડપીને ભારતે મેચમાં વાપસી કરી.
Outstanding catch @imVkohli ??#INDvENG #ViratKohli pic.twitter.com/nTtFssuefN
— Reema Malhotra (@ReemaMalhotra8) March 28, 2021
આદિલ રશીદ શાર્દુલ ઠાકુરનો ચોથો શિકાર
વિરાટ કોહલીને એકવ વાર તો પોતાના પર જ વિશ્વાસ ન થયો કે તેણે કેચ કરી લીધો છે. આદીલ રાશિદ 22 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આઉટ થતાં પહેલા સેમ કરેન સાથે 57 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં આદિલ રશીદ શાર્દુલ ઠાકુરનો ચોથો શિકાર બન્યો હતો. જો કે, વિરાટ કોહલીનો કેચ એટલો સારો હતો કે કોમેંટેટરે એવું પણ કહ્યું કે તે કોહલીની વિકેટ છે, શાર્દુલની નહીં.
વિરાટ કોહલીએ ભલે આદિલ રશીદનો કરિશ્માઇ કેચ લીધો હોય પરંતુ આ મેચમાં ભારતીય ટીમની કેચિંગ અત્યંત ખરાબ રહી હતી. ઉમદા ફીલ્ડર ગણાતા હાર્દિક પંડ્યાએ મેચમાં બે કેચ છોડી દીધા હતા. શાર્દુલ ઠાકુર અને ટી.નટરાજને પણ એક-એક કેચ છોડી દીધો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31