Last Updated on March 5, 2021 by
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો છે. આ સાથે જ એક શરમજનક રેકોર્ડ કોહલીના નામે થઈ ગયો છે.
ચાહકોને કોહલીની ધમાકેદાર બેટિંગનો ઈંતેજાર
કોહલી ઈંગ્લેન્ડ સિરિઝમાં ખાસ દેખાવ કરી શક્યો નથી. ચાહકોને કોહલીની ધમાકેદાર બેટિંગનો ઈંતેજાર છે અને કોહલીનું બેટ ખામોશ છે. આજે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની બેટિંગ લડખડાઈ હતી. તેમાં પણ કેપ્ટન કોહલી ઝીરો રને બેન સ્ટોક્સના બોલે વિકેટ કિપરના હાથે કેચ આઉટ થતા ચાહકો નિરાશ થયા હતા.
ઝીરો રને આઉટ થઈને એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો
જોકે કોહલીએ ઝીરો રને આઉટ થઈને એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હવે તે ઝીરો રન પર સૌથી વધારે આઉટ થનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ રેકોર્ડ પર જોકે એમએસ ધોની તેની સાથે છે. ધોની પણ કેપ્ટન તરીકે આઠ વખત ઝીરો પર આઉટ થઈ ચુકયો છે. જોકે, આ રેસમાં કોહલી આગળ નીકળી જાય તેવી શક્યતા વધારે છે. કારણ કે ધોની નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. દરમિયાન રોહિત શર્મા પણ પોતાની અડધી સદી ચુક્યો હતો અને 49 રને સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31