Last Updated on March 19, 2021 by
ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાઈ રહેલી ટી 20 સિરિઝની ચોથી મેચમાં ભારતે જીત મેળવ્યા બાદ પણ કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સામાં નજરે પડ્યો હતો. વિરાટ કોહલી અમ્પાયર પર ભડક્યો હતો અને ભારતીય ટીમના બે બેટસમેન સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને જે રીતે થર્ડ અમ્પાયરે આઉટ આપ્યા હતા તેના પર નારાજગી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવનો કેચ ડેવિડ મલાને પકડ્યો હતો. તે વખતે સૂર્યકુમાર 57 રન પર રમી રહ્યો હતો.
YOU can ?? fool a THIRD UMPIRE BUT NOT OUR TELANGANA STATE POLICE ???? #TELANGANACOPS pic.twitter.com/GXLnfnzILP
— sivakumar (@kssivakumar) March 18, 2021
ભારતના આ 2 ખેલાડીઓને અપાયા ખોટી રીતે આઉટ
જોકે કેચ પકડયા બાદ રિપ્લેમાં દેખાઈ રહ્યુ હતુ કે, બોલ જમીનને અડી ગયો છે. આમ છતા થર્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો હતો. જ્યારે ભારતની ઈનિંગની આખરી ઓવરમાં વોશિંગ્ટન સુંદરનો કેચ બાઉન્ડ્રી પર આદિલ રશીદે પકડ્યો હતો. જોકે રિપ્લેમાં જોઈ શકાતુ હતુ કે, કેચ પકડતી વખતે આદિલનો પગ બાઉન્ડ્રી લાઈનને અડેલો હતો. આમ છતા સુંદરને પણ આઉટ જાહેર કરાયો હતો.
MOST BIASED THIRD UMPIRE I'VE EVER SEEN pic.twitter.com/tsH9PNeuow
— abhinav. (@abhipvtx) March 18, 2021
જેના પર કોહલીએ કહ્યુ હતુ કે, બહુ ક્લોઝ કેચના કિસ્સામાં સોફ્ટ સિગ્નલનો રોલ મહત્વનો હોય છે. જ્યારે ફિલ્ડર પોતે કહે છે કે કેચ અંગે મને વિશ્વાસ નથી ત્યારે અમ્પાયરે કેવી રીતે તેમને આઉટ આપ્યા તે સવાલ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31