Last Updated on March 29, 2021 by
બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં આપણે હંમેશા બોડી બિલ્ડર્સને જોઈએ છીએ અને તેના શરીરના વખાણ પણ કરતા હોય છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ શરીર બનાવવામાં ઘણી વખત તેને ઈજા થાય છે. તે સાથે જોડાયેલો એક વીડિયો આ દિવસોમાં સામે આવ્યો છે. જેને જોયા બાદ તમે પણ હેરાન થઈ જશો.
આ કિસ્સો દુબઈનો છે. ત્યાં એક બોડી બિલ્ડરની સાથે ભયાનક દુર્ઘટના ઘટી હતી. રાયન ક્રોલી નામના આ બોડી બિલ્ડરે જિમની બેંચ પ્રેસ કરી રહ્યોય હતો. પોતાની એક્સરસાઈઝ દરમયાન રાયને ઘણું વધારે વજન ઉઠાવી લીધું હતું. જેના કારણે તેનું બેલેન્સ બગડ્યું અને તેના ડાબા હાથની નસો ફાટી ગઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો હતો.
મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે તે બેંચ પ્રેસ દરમયાન લગભગ 220 કિલોગ્રામનો ભારી ભરખમ વજન ઉઠાવી રહ્યો હતો ત્યારે સંતુલન બગડ્યું અને તેનાથી તેની સ્નાયુઓ ફાટી ગયા. જે બાદ તેને તુરંત જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જેની સર્જરી કરવામાં આવી હતી. પોતાની ઈજાને લઈને રાયને કેટલાક ફોટો અને વીડિયો પણ શેર કર્યાં છે.
જો કે તેના નસીહ સારા હતા. કારણ કે પાવર લિફ્ટર Larry Wheels અને ટ્રેનિંગ પાર્ટનર Charlie Johnson તેની પાસે જ હાજર હતાં. જેણે તેના ઉપરથી ભારે ભરખમ વજન હટાવ્યો. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ સોશયલ મીડિયા ઉપર પોતાના કેટલાક ફોટો પણ શેર કર્યાં હતાં. જેમાં તેને ઈજા સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. રોયનની સર્જરી થઈ ચુકી છે. તેને ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે સર્જરી માત્ર એક કલાક માટે જ થવાની હતી. પરંતુ દુર્ભાગ્યથી તેમાં 4 કલાકનો સમય લાગ્યો.
મને હજુ ઘણુ દર્દ થાય છે. માથાથી લઈને પગ સુધી મારૂ શરીર સોજી ગયું છે સર્જરી પહેલા ઘણો ડર્યો હતો અને મને ડર હતો કે મારી બોડી બિલ્ડીંગ કેરિયર શરૂ થતા પહેલા જ પૂર્ણ થઈ ના જાય. મારે મારા હાથ માટે એક ગંભીર પ્લાન ફોલો કરવાનો રહેશે. સૌથી પહેલા મને મારા હાથ સાથે ઘરમાં વ્યવસ્થિત રહેવું પડેશે અને ધીરે ધીરે જિમમાં જવાનું શરૂ કરીશ.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31