Last Updated on March 31, 2021 by
ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે મોટા ભાગે વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે. આ વખતે તેમને કંઈક એવી સળી કરી છે કે, સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ટીકા કરી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુતેર્તેને તેમના ઘરમાં એક મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સને ટચ કરવાની કોશિશ કરતા દેખાયા હતા. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર દુતેર્તેની ખૂબ ટિકા થઈ રહી છે.
આ વીડિયો વાયરલ થયા બાદ આ મામલે સફાઈ આપતા પ્રેસિડેંશિયલ પેલેસે એક નિવેદન જાહેર કર્યુ છે. તેમના તરફથી કહેવાયુ છે કે, દુતેર્તે વીડિયોમાં ફક્ત પ્લેફૂલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દક્ષિણ કોરિયામાં એક ભાષણ દરમિયાન દુતેર્તે એક વિદેશી મહિલાને કિસ કરી લીધી હતી. જે બાદ તેમની ખૂબ કિરકિરી થઈ હતી.
WATCH: Duterte's "simple birthday celebration" in Davao City. pic.twitter.com/BZ1gp7glvo
— iMPACT Leadership (@iMPACTPH2019) March 28, 2021
પોતાના કાંડને લઈને હંમેશા રહે છે ચર્ચામાં…
ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ગત વર્ષે પણ વિવાદીત નિવેદન આપ્યુ હતું. જે અનુસાર સેના પ્રમુખને સાર્વજનિક રીતે આદેશ આપવામાં આવ્યો હતો કે, ડ્રગ્સ તસ્કરોને જ્યાં પણ દેખે, ગોળી મારી ઠાર કરવામાં આવે.
રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ પોતાની દિકરીને 2021ની ચૂંટણી નહીં લડવાનું કહેતા કહ્યુ હતું કે, આ પદ મહિલાઓ માટે નથી.
આ ઉપરાંત રાષ્ટ્રપતિએ એવુ પણ કહ્યુ હતું કે, જે પણ લોકો લોકડાઉનમાં નહીં માને, પોતાના ઘરમાંથી નિકળશે, તેને ગોળી મારી દો.
કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે તેમણે અજીબ પ્રકારનું ફરમાન પણ આપ્યુ હતું. તેમણે લોકોને અપીલ કરી હતી કે, માસ્કને સંક્રમણ મુક્ત કરવા માટે પેટ્રોલથી સાફ કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31