GSTV
Gujarat Government Advertisement

Vehicle Scrappage Policy: સસ્તી થશે તમારે ફેવરીટ કાર, જૂની કાર લેનારાઓને મળશે આ ફાયદો, જાણો તેની સાથે જોડાયેલી આ વાતો

Last Updated on March 18, 2021 by

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે લોકસભામાં આગામી સ્ક્રેપેજ પોલિસી અંગે વધુ જાણકારી આપ હતી. નિતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે આ સ્ક્રેપેજ પોલિસીથી માત્ર ઈકોનોમીને જ બુસ્ટ નહીં મળે પરંતુ રસ્તા ઉપરથી જૂના વાહનો હટાવવામાં પણ મદદ મળશે. પ્રદુષણ ઓછુ કરવામાં પણ મદદ મળશે. ગડકરીએ જણાવ્યું હતું કે, આ પોલીસીને આવનારા એક મહિનાની અંદર નોટીફાઈ કરી દેવામાં આવશે. આ સ્ક્રેપેજ પોલીસીના માધ્યમથી કેન્દ્ર સરકાર ઘણા કામો પૂર્ણ કરવા માગે છે. પોલીસીની મદદથી પ્રદુષણ ઓછુ કરવા ઉપરાંત ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને પણ બુસ્ટ દેવામાં મદદ મળશે. આ પોલીસી લાગુ થતાની સાથે જ હવે જૂના વાહોનોની લાઈફ સાઈકલ પૂર્ણ થવા પર 10-15 ટકાનો લાભ ઉઠાવી શકાય છે. આ વોલેન્ટરી સ્ક્રેપેજ પોલીસી વિશે કેન્દ્ર સરકારે સૌથી પહેલી વખત સામાન્ય બજેટમાં તેનો ઉલ્લેખ કર્યો છે.

ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખોલવામાં આવશે

સ્ક્રેપેજ પોલીસીના ચાર પ્રમુખ કમ્પોનેન્ટ છે. પોલીસીમાં રિબેટ સિવાય, જૂના વાહનો પાસેથી ગ્રીન ટેક્સ વસુલવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તમામ જૂના વાહનોને એક નક્કી કરેલા સમય બાદ ફિટનેસ અને પ્રદુષણની ટેસ્ટીંગ કરાવવાની રહેશે. તે સિવાય ઓટેમેટેડ ફિટનેસ સેન્ટર પર કામ કરવામાં આવી રહ્યું છે. નિતિન ગડકરીએ કહ્યું છે કે, સરકાર તેના ઉપર કામ કરી રહી છે. આ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલના આધાર ઉપર તૈયાર કરવામાં આવશે. તે હેઠળ કેન્દ્ર સરકાર, રાજ્યો અને પ્રાઈવેટ પ્લેયર્સની સાથે મળીને કામ કરશે.

જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થઈ જાય છે, તે વાહન ચલાવવા ઉપર મોટી રકમ પેનલ્ટી દેવાની રહેશે. દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં ગ્રોથના માધ્યમથી આ પોલીસીને સારી પોલીસી માનવામાં આવી રહી છે. નિતિન ગડકરીનું કહેવું છે કે, દેશના ઓટો સેક્ટરને સૌથી વધારે પ્રોફિટવાળુ સેક્ટર બનાવાનું છે. તેમાં રોજગારની તક ઉભી કરવાની મદદ મળશે.

  • કોઈ પણ વાહનના રજીસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અનિવાર્ય રૂપથી તે વાહનોના ફિટનેસ ટેસ્ટ કરાવવાના રહેશે.
  • વ્યક્તિગત વાહનોને 20 વર્ષ બાદ અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે.
  • જો કોઈ વાહન ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થઈ જાય છે. તો તેનો ઉપયોગ કરવા ઉપર પેનલ્ટી દેવાની રહેશે. ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થવા ઉપર માનવામાં આવશે આ વાહનોની લાઈફ હવે પૂર્ણ થવી જોઈએ.
  • જૂના વાહન માલિકોને પોતાની ગાડી સ્ક્રેપ કરવા માટે પ્રોત્સાહન દેવાની જોગવાઈ છે. સરકારે આ પ્રોત્સાહનની વ્યવસ્થા એ માટે છે કે કારણ કે ઓછામાં ઓછી સંખ્યામાં જૂના વાહનોનું રજિસ્ટ્રેશન થઈ શકે.
  • જૂના વાહનોને બીજી વખત રજીસ્ટ્રેશન કરાવવા માટે લાગનારા ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
  • દેશમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર્સ ખોલવામાં આવશે. તેનાથી જૂના વાહનોની ટેસ્ટિંગ અને સર્ટિફિકેટ આપવામાં મદદ મળશે.

જૂના વાહનોના સ્ક્રેપ કરવા ઉપર મળશે 25 ટકાની છૂટ

વાહનોની સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ વ્યવસ્થા કરશે કે વાહન માલિકોને 4થી 6 ટકા સુધી સ્ક્રેપ વેલ્યુ આપવામાં આવશે. તે સિવાય તેને રોડ ટેક્સમાં પણ 25 ટકા છૂટ દેવામાં આવશે. વાહન નિર્માતાઓને તે પણ કહેવામાં આવ્યું છે કે, સ્ક્રેપિંગ સર્ટિફિકેટ દેખાડવા ઉપર તે પોતાના ગ્રાહકોને 5 ટકાની છુટ આપશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નવા વાહનોની તુલનામાં જૂના વાહન 10-12 ટકા વધારે પ્રદુષણ કરે છે. સરકારે પહેલા જ કહી દીધું હતું કે, પ્રદુષણ ફેલાવનારા જૂના વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે. ગ્રીન ટેક્સમાં એકઠું થનારૂ ફંડ પર્યાવરણ અને પ્રદુષણ ઓછુ કરવા ઉપર કામોમાં લગાવવામાં આવશે. જો કે, હાઈબ્રિડ મોડલ, ઈલેકટ્રીક વાહન, સીએનજી, ઈથેનોલ અને એલપીજી પર ચાલનારા વાહનોને છુટ મળશે.

10 લાખ કરોડ રૂપિયા સુધી થઈ જશે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી

દેશનું ઓટોમોબાઈલ સેક્ટરને બુસ્ટ કરવાની દિશામાં તેને મોટુ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. કોરોનાકાળ પહેલા જ આ સેક્ટરની સ્થિતિ ખરાબ છે. ગડકરીએ કહ્યું કે, આ પોલીસી આવવાથી દેશની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને 30 ટકા સુધીનું બુસ્ટ મળશે. વર્તમાનમાં તે 4.5 લાખ રૂપિયાની ઈન્ડસ્ટ્રી છે. જે આવનારા વર્ષોમાં વધીને 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો