GSTV
Gujarat Government Advertisement

વાસ્તુ ટિપ્સઃ રસોડામાં કઈ દિશામાં રાખશો ચૂલ, પ્લેટફોર્મ માટે કેવા પત્થરનો ઉપયોગ કરવો જાણી લો..

Last Updated on March 26, 2021 by

ઘર જો વાસ્તુશાસ્ત્ર મુજબ હોય તો તેમાં પોઝીટીવ ઉર્જા રહે છે. ઘરમાં પણ કિચન કહેતાં રસોડામાં કોઈ દોષ ન હોય તેનું ખાસ ધ્યાન આપવું પડે. તેની અસર પરિવારની મહિલાઓ ઉપર ખાસ પડે છે. આજે અમે તમને રસોડા સાથે જોડાયેલી કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છીએ. જેના પર ધ્યાન રાખવાથી વાસ્તુદોષ દૂર થઈ શકે છે. આ ટિપ્સ આ પ્રકારે છે.

ચૂલો અગ્નિ ખૂણામાં અને વોશ બેસિન ઉત્તરમાં હોવું જોઈએ

રસોડામાં રાંધવા માટેનું સ્ટેન્ડ પૂર્વ અને દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ચૂલો અગ્નિ ખૂણામાં અને વોશ બેસિન ઉત્તરમાં હોવું જોઈએ.
સિંક અને ચૂલો એક જ પ્લેટફોર્મ પર ન હોય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બારીની નીચે ચૂલો ના રાખો. ચૂલો રાખવાના સ્થાન ઉપર કોઈ પણ પ્રકારની સેલ્ફ ના હોવી જોઈએ.

કિચન સ્ટેન્ડ પ્લેટફોર્મ માટે કાળા રંગનો ઉપયોગ ના કરો

પ્લેટફોર્મનો રંગ પણ વાસ્તુશાસ્ત્ર મુજબનો હોવો જોઈએ. તેમાં લીલો, પીળો, ગુલાબી અથવા મરુન રંગના અથવા તો પછી સફેદ રંગના પત્થરોનો ઉપયોગ કરી શકાય છે. પત્થર જો માર્બલનો હોય તો તો વધારે બહેતર હશે. કિચન સ્ટેન્ડ પ્લેટફોર્મ અથવા ફર્શ માટે કાળા રંગનો ઉપયોગ ના કરો. એનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.

રાતનું ભોજન પતાવ્યા પછી કિચન સ્ટેન્ડને સારી રીતે સાફ કરીને જ સૂઓ

કિચન સ્ડેન્ડની ઉપરની દિવાલ પર સુંદર ફળ અને શાકભાજીના ચિત્રો લગાવો અથવા અન્નપૂર્ણા માતાનું ચિત્ર પણ લગાવો તો ઘરમાં બરકત બની રહેશે. રાતનું ભોજન પતાવ્યા પછી કિચન સ્ટેન્ડને ખૂબજ સારી રીતે સાફ કરીને જ સૂઓ. અને ધ્યાન રાખો કે સ્ટેન્ડ પર ચપ્પુ, છરી, કાંટા અથવા ધારદાર વસ્તુઓ સ્ટેન્ડ પર ના રાખો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો