GSTV
Gujarat Government Advertisement

Vastu Tips/ ઘરમાં આ રીતે કરો મોર પંખનો ઉપયોગ, નહિ થાય પૈસાની સમસ્યા! જાણી લેવો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

મોર

Last Updated on March 23, 2021 by

હિન્દૂ ધર્મમાં મોર પંખનું વિશેષ મહત્વ છે. ભગવાન કૃષ્ણ મોર પંખને પોતાના મુકુંટ પર લગાવતા હતા. માન્યતા છે કે વગર મોર પંખ ભગવાન કૃષ્ણની પૂજા અધૂરી છે. એ ઉપરાંત ભગવાન શિવના પુત્ર કાર્તિકેય, માતા સરસ્વતી અને ઇન્દ્રદેવનું વાહન મોર છે. એટલું જ નહિ ઘણા ગ્રંથો મોર પંખથી લખવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં મોર પંખના મહત્વ અંગે જણાવવામાં આવ્યું છે.

ઘણા લોકો મોર પંખનો ઉપયોગ ઘર સજાવવા માટે કરતા હતા. મોર પંખ દેખાવમાં ખુબ જ સુંદર હોય છે. વધુ લોકો મોર પંખ અંગે એ જાણતા હશે. પરંતુ એ કદાચ જ જાણતા હોય કે મોર પંખ ઘરમાં રાખવું ખુબ ફાયદાકારક છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પંખ લગાવવું શુભ હોય છે. એનાથી ઘરની પરેશાની દૂર થાય છે. આવો જાણીએ મોર પંખ લગાવવાના કેટલા ફાયદા છે.

મોર પંખને ઘરમાં લગાવવાના ફાયદા

વાસ્તુ અનુસાર, મોર પંખને ફોટો ફ્રેમમાં લગાવી રાખવાથી પરેશાનીઓ દૂર થાય છે. માનવામાં આવે છે કે મોર પંખ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એ ઉપરાંત જે જગ્યા પર તમે પૈસા રાખો છો ત્યાં મોર પંખ જરૂર રાખો. એનાથી પૈસાની પરેશાની નહિ થાય.

હંમેશા ઘરના વડીલો પાસે સાંભળવા મળે છે કે મોર પંખ બુકમાં રાખવું સારું હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે બાળકનું અભ્યાસમાં મન લાગતું નથી એમની બુકમાં મોર પંખ મૂકવું જોઈએ. એનાથી એકાગ્રતા વધે છે.

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મો પર મોર પંખ રાખવાથી નકારાત્મકત ઉર્જા દૂર થાય છે.

જો પતિ-પત્નીના સબંધમાં તણાવ છે તો ઘરના બેડરૂમમાં મોર પંખનો ફોટો લગાવો

એ ઉપરાંત ઘરમાં કલેશની પરેશાનીને દૂર કરવા માટે ત્રણ મોરના પંખને કાળા ડોરાથી બાંધો અને સોપારીના કેટલાક ટુકડા પર પાણી નાખી 21 વખત ૐ શનિશ્વરાયનો જાપ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો