Last Updated on March 23, 2021 by
હિન્દુ ધર્મમાં મોર પંખનું વિશેષ મહત્વ છે. ભગવાન કૃષ્ણ મોર પંખને પોતાના મુકુટ ઉપર સજાવે છે. માન્યતા છે કે મોર પંખ વિના ભગવાન કૃષ્ણની પૂજા અધુરી માનવામાં આવે છે. તે શિવાય ભગવાન શિવના પુત્ર કાર્તિકેય, માતા સરસ્વતી અને ઈન્દ્રદેવનું વાહન મોર છે. એટલું જ નહીં ઘણા ગ્રંથો મોર પંખો દ્વારા લખવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર દ્વારા અને જ્યોતિષ શાસ્ત્રમાં મોર પંખના મહત્વ અંગે જણાવવામાં આવ્યું છે.
કેટલાક લોકો મોર પંખનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરવામાં આવે છે. મોર પંખ જોવામાં ખુબ જ સુંદર હોય છે જે તમારા મનને મોહી લે છે. વધારે લોકો મોર પંખ વિશે આ વાતો જાણતા હશે. પરંતુ તમે ક્યારેક જ જાણશો કે ઘરમા મોર પંખ રાખવું સૌથી ફાયદાકારક છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પંખ લગાવવું શુભ હોય છે. તેને લગાવવા ઉપર ઘરની પરેશાનીઓ દુર થઈ જાય છે. વાસ્તુ અનુસાર મોર પંખને ફોટો ફ્રેમમાં લગાવી રાખવાથી આર્થિક પરેશાનીઓ દુર થઈ જાય છે. માનવામાં આવે છે કે, મોર પંખ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. તે સિવાય જે જગ્યાએ તમે રૂપિયા અને પૈસા રાખો છો ત્યાં એક મોર પંખ જરૂર રાખો. આવુ કરવાથી પૈસામાં પરેશાની નહીં આવે.
આપણે હંમેશા ઘરના મોટા પાસેથી સંભાળવા મળતુ હોય છે કે મોર પંખ પુસ્તકમાં રાખવાથી સારૂ રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે બાળકોનું મન ભણવામાં નથી લાગતુ તેણે પોતાના પુસ્તકમાં મોર પંખ રાખવું જોઈએ. આવું કરવાથી એકાગ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઘરના મુખ ઉપર મોર પંખ લગાવવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે. આવુ કરવાથી સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. જો પતિ પત્નીના સંબંધોમાં તણાવ રહેતો હોય તો ઘરના બેડરૂમમાં મોર પંખનો ફોટો લગાવો. આ સિવાય ઘરમાં કલેશની પરેશાની દુર કરવા માટે ત્રણ મોર પંખને કાળા દોરામાં બાંધી લો અને પછી સોપારીના કેટલાક ટુકડાઓ ઉપર પાણી છાંટતા 21 વખત ઓ શનિશ્ચરાય નમઃનો જાપ કરો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31