Last Updated on March 15, 2021 by
દરેક વ્યક્તિ આર્થિક સંપન્નતા ઇચ્છે છે. સૌકોઇની ઇચ્છા હોય છે કે તેનુ ખિસ્સુ હંમેશા રૂપિયાથી ભરેલુ રહે પરંતુ ધન આગમનની સ્થિતિ હંમેશા એકજેવી રહેવી શક્ય નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રૂપિયા રાખવાની રીત ઘણી હદ સુધી દર્શાવે છે કે રૂપિયા ટકશે કે નહી. ધન રાખવાની રીત આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદરૂપ હોય છે. જો ધનને યોગ્ય રીતે રાખવામાં ન આવે તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઘરમાં બરકત લાવશે આ વાસ્તુ ટિપ્સ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પર્સમાં કેટલીક વસ્તુઓને રાખવી અશુભ માનવામાં આવે છે. જેમાં કારણે પર્સમાં રૂપિયા ટકતા નથી. સાથે જ ખર્ચ પણ વધી જાય છે. ચાલો વાસ્તુ અનુસાર જાણીએ કે કઇ વસ્તુઓ રાખવાથી ખિસ્સામાં રૂપિયા નથી ટકતા.
વાસ્તુ અનુસાર, ઘણાં લોકો જૂની રિસિપ્ટ, બિલ પણ પર્સમાં રાખે છે. તેનાથી પર્સમાં ધન ટકતુ નથી. હકીકતમાં જૂના પેપર્સ અને રદ્દી પર રાહુનો પ્રભાવ હોય છે, તેથી કોઇ રિસિપ્ટ અથવા કાગળને પર્સમાં ન રાખવા જોઇએ.
વૉલેટ અથવા ખિસ્સામાં રાખવામાં આવતા પર્સમાં લોખંડની વસ્તુ જેવી કે ચાકુ, બ્લેડ ન રાખો. આ ઉપરાંત પર્સમાં દવાઓ પણ રાખવી શુભ નથી માનવામાં આવતી. તેનાથી ખિસ્સામાં રૂપિયા નથી ટકતાં.
પર્સ ક્યારેય ફાટેલુ કે ખરાબ ન હોવુ જોઇએ. ફાટેલુ પર્સ આર્થિક સંકટ દર્શાવે છે. તેથી પર્સ ફાટી જાય તો તેને તરત જ બદલી નાંખો.
ધનને સુવ્યવસ્થિત રીતે રાખવુ જોઇએ. વાસ્તુ અનુસાર ઘરમાં જો સિક્કા અહીં-તહીં પડ્યા રહેતા હોય તો દેવુ વધી શકે છે.
પર્સમાં મુકેલા સિક્કાનો અવાજ ન આવવો જોઇએ. આ ઉપરાંત મા લક્ષ્મીની ધન વર્ષા કરતાં એક નાની તસવીર સાથે રાખવાથી ધનના મામલે બરકત રહે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31