Last Updated on March 17, 2021 by
કેન્દ્ર સરકારના અમુક પ્રકારની સર્જરી કરવાની વૈદ્યને પરવાનગી આપવાના નિર્ણયને પડકારતી અરજી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-આઇએમએ દ્વારા નોંધાવવામાં આવી હતી તેની સુનાવણી હાથ ધરી સુપ્રીમ કોર્ટે ધ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન-સીસીઆઇએમનો આ મામલે પ્રતિભાવ માગ્યો છે. આઇએમએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નિર્ણયને પગલે હજારો લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાનું જોખમ રહેલું છે.
આઇએમએ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ.બોબડે અને જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રણ્યીયનની બનેલી બેન્ચે સીસીઆઇએમને નોટીસ આપી હતી. જ્યારે આ કાયદાના અમલ સામે સ્ટે માગવામાં આવ્યો ત્યારે સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આઇએમએ દ્વારા આ મામલે નાહક હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં તો આ નિયમ 2016થી અમલમાં છે.
આયુર્વેદિક પ્રેક્ટિસનર્સ એસોસિએશન વતી હાજર રહેલા એડવોકેટ વી.કે.બીજુએ જણાવ્યું હતું કે વૈદ્યરાજો અષ્ટાંગ આયુર્વેદના ભાગરૂપે આ સર્જરીઓ 2000ની સાલથી કરી રહ્યા છે. અષ્ટાંગ આયુર્વેદ અનુસાર સદીઓ અગાઉ સર્જરીઓ કરવામાં આવી હતી. બીજુએ જણાવ્યું હતું કે આઇએમએ આયુર્વેદ અને ભારતીય ચિકિત્સા પદ્ધતિને વખોડી રહ્યું છે જે તેમનું આયુર્વેદના ઇતિહાસનું અજ્ઞાન દર્શાવે છે.
જો કે, આઇએમએ દ્વારા સીસીઆઇએમની ટીકા કરતાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ આધુનિક ચિકિત્સાવિજ્ઞાનનો મુખ્ય હિસ્સો ગણાતાં ઓપરેશન કરવાની અમુક ચોકક્સ પ્રેક્ટિસનરોને છૂટ આપી તેની હદ ઓળંગી ગયું છે. જો, સીસીઆઇએમના નિયમો વૈદ્યરાજોને સર્જરી કરવાની પરવાનગી આપશે તો મેડિકલ કેર અને ટ્રીટમેન્ટમાં હોબાળો સર્જાશે.
ભૂતકાળમાં પણ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સીસીઆઇએમના આવા પ્રયાસોને નકાર્યા છે તેમ આઇએમએના વકીલ મનિન્દરસિંહે જણાવ્યું હતું. આઇએમએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાયકાઓના અભ્યાસ બાદ આધુનિક સર્જિકલ પ્રોસિજર નિશ્ચિત થઇ હોય છે, જેને પરફોર્મ કરવાનો અધિકાર પીજી આયુર્વેદની ડિગ્રી ધરાવતાં વૈદોને આપવાની સીસીઆઇએમને કોઇ સત્તા નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31