GSTV
Gujarat Government Advertisement

હાઈકોર્ટે તીરથ સિંહનો ઉધડો લીધો: હરિદ્વાર કુંભમાં આવતા તમામ લોકોને ટેસ્ટ કરાવવો ફરજિયાત, કડકાઈ સાથે નિયમો જળવાશે

Last Updated on March 24, 2021 by

કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને રાખીને ઉત્તરાખંડમાં યોજાઈ રહેલા કુંભમાં પણ તેની અસર વર્તાઈ છે. ઉત્તરાખંડની હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કુંભમાં આવતા તમામ લોકોને RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. હાઈકોર્ટે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતનો એ નિર્ણય આકરી ટિકા કરી છે, જેમાં તેમણે ટેસ્ટ વગર જ કુંભમાં આવવાની પરવાનગી આપી દીધી હતી.

કુંભ મેળાને લઈને જાહેર હિતની અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન કડકાઈ સાથે પાલન કરવામાં આવે.

સાથે જ હાઈકોર્ટે કહ્યુ હતું કે, જે લોકો વૈક્સિન લગાવી ચુક્યા છે, તે લોકો જો પોતાનું સર્ટિફિકેટ બતાવે તો, તેને છૂટ મળી શકે છે. બાકીના તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાનો થશે અને રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

તીરથ સિંહ રાવતે બદલ્યો હતો પૂર્વ સીએમનો નિર્ણય


આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં આ મહિને જ કુંભ મેળો શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તરફથી પહેલા કુંભમાં આવતા લોકોને કડકાઈનું પાલન કરવા કહ્યુ હતું અને ટેસ્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ આપવામાં આવશે, તેવા નિર્ણય લેવાયા હતાં. જો કે, હવે તીરથ સિંહ મુખ્યમંત્રી બન્યા છે અને તેમને આ નિર્ણય બદલી ટેસ્ટ વગર જ પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો