Last Updated on February 28, 2021 by
નૈનીતાલ હવે દીકરીઓના નામથી ઓળખાશે. જિલ્લા પ્રશાસને નૈનીતાલ નગર પાલિકા વિસ્તારના દરેક ઘરને દીકરીઓના નામથી ઓળખ આપવાની પહેલ શરુ કરી છે. ઘરે ઘરે સર્વે કરીને દીકરીઓ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે શનિવારે નૈનીતાલમાં આયોજિત એક કાર્યક્રમની અંદર આ યોજનાનો શુભારંભ કર્યો છે.
દીકરીઓને તેમના નામની નેમપ્લેટ પણ ભેટ કરી
આ દરમિયાન તેમણે દીકરીઓને તેમના નામની નેમપ્લેટ પણ ભેટ કરી છે. જેનાથી આખા વિસ્તારમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને ગતિ મળશે. જેની સાથે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આજે નૈનીતાલ 4002.40 લાખની કિંમતની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે.
નૈનીતાલને દુનિયામાં અગવી ઓળખ બનાવવા માટે જિલ્લાના દરેક ઘરનું નામ દીકરીના નામ પરથી રાખવાની ઘોષણા
જિલ્લાના ડીએમ ધીરજ સિંહ ગર્બ્યાલે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે નૈનીતાલને દુનિયામાં અગવી ઓળખ બનાવવા માટે જિલ્લાના દરેક ઘરનું નામ દીકરીના નામ પરથી રાખવાની ઘોષણા કરી હતી. ‘ઘર કી પહેચાન બેટી કે નામ’ કાર્યક્રમને સાકાર કરવા માટે આંગણવાડી કાર્યકર્તા ઘર ઘર જઇને દીકરીઓની જાણકારી મેળવી રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31