GSTV
Gujarat Government Advertisement

UPના સીતાપુરમાં હેવાનિયતની હદ પાર/ મહિલા સાથે ગેંગપેર બાદ ગુપ્તાંગમાં લગાવી આગ, આરોપી બાપ-દિકરાની ધરપકડ

સીતાપુર

Last Updated on February 27, 2021 by

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાને બંધક બનાવી પહેલા તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યું અને બાદમાં તેના પ્રાઈવેટ પાર્ટમાં આગ લગાવવામાં આવી. આ હેવાનોથી બચીને મહિલા માર્કેટ તરફ ભાગી અને લોકોને જણાવ્યું જે બાદ પોલીસને મહિલા અંગે સૂચના આપી તેણીને CHCમાં દાખલ કરવામાં આવી.

ગેંગરેપ

ડોક્ટર્સે મહિલાની ગંભીર સ્થિતિ જોઈને તેને જીલ્લા મહિલા હોસ્પિટલમાં રેફર કરી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આરોપ છે કે પોલીસે આ મામલા પર પડદો નાખવાના ઘણા પ્રયત્નો કર્યા અને કલાકો સુધી મીડીયાને ઘટનાસ્થળ અને હોસ્પિટલથી દૂર રાખ્યા. પોલીસનું કહેવું છે કે, મહિલા સાથે દુષ્કર્મ થયા હોવાની વાત સામે આવી છે અને આરોપી બાપ-દિકરાની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે.

રાત્રીના સમયે મહિલાનું ઉપહરણ કરીને લઈ ગયા, ગેંગરેપ બાદ લગાવી આગ

આ ઘટના નૈમિષારણ્ય કોતવાલી ક્ષેત્રના જોગી બજાર વિસ્તારની છે. આરોપી બાપ-દિકરાએ ઘરમાં બંધક બનાવી મહિલા સાથે ગેંગરેપ કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટ સહિત નીચેના ભાગમાં આગ લગાવી હતી. સ્થાનિકો અનુસાર, ગત રાત્રીના આ મહિલાને બાપ-દિકરો ઉઠાવી ગયા અને ગેંગરેપ કર્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, શુક્રવારે બપોરે જ્યારે મહિલા આ હેવાનોની જાળમાંથી છૂટી બજાર પહોંચી ત્યારે તેણે આપવીતી જણાવી હતી.

30 % બળી ગઈ મહિલા, પોલીસે કહ્યું – તપાસ ચાલી રહી છે

CHCમાં તૈનાત ડોક્ટર ડી.પી. ભારતીએ કહ્યું કે, મહિલા 30 % બળી ગઈ છે તેણીએ પોતાની સાથે રેપ થયો હોવાની વાત કહી રહી છે. પોલીસે આ મામલામાં આરોપી બાપ-દિકરાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એસ.પી. આર.પી. સિંહનું કહેવું છે કે આ મામલામાં મહિલાનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે અને મહિલા માનસિક રૂપે બિમાર પણ લાગી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી બાપ-દિકરાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો