GSTV
Gujarat Government Advertisement

યોગી સરકારે 3 IPS અધિકારીને બળજબરીથી પકડાવી દીધું રિટાયર્મેંન્ટ, નિવૃતિ બાદ આ અધિકારીએ આવી રીતે કાઢ્યો બળાપો

Last Updated on March 25, 2021 by

હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના IPS અમિતાભ ઠાતુક ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ રિટાર્યમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. ગૃહમંત્રાલયની સ્ક્રીનીંગમાં IPS અમિતાભ ઠાકુર સહિત ત્રણ IPS અધિકારીઓને સરકારી સેવામાં બળબજરીપૂર્વક નિવૃત જાહેર કર્યા છે.

ત્રણેય IPS પર લગાવ્યા છે આરોપ


પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, અમિતાભ ઠાકુર (આઈજી રૂલ્સ એન્ડ મેન્યુઅલ) પર તમામ મામલે તપાસ બાકી છે. તો વળી રાજેશ કૃષ્ણ (સેનાનાયક, 10મી બટાલિયન, બારાબાંકી) પર આઝામગઢમાં પોલીસ ભરતીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત રાકેશ શક (ડીઆઈજી સ્થાપના) પર દેવરિયા શેલ્ટર હોમ પ્રકારણમાં સંદિગ્ધ ભૂમિકાનો આરોપ લગાવ્યો છે.

6 દિવસ પહેલા ગૃહમંત્રાલય તરફથી આદેશ જાહેર થયો

ગૃહમંત્રાલય તરફથી 17 માર્ચ 2021ના રોજ આદેશમાં જણાવ્યા પ્રમાણે અમિતાભ ઠાકુર લોકહિત સેવામાં પદ પર રહેવાને લાયક નથી. આ જ ક્રમમા હવે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ તરફથી તેમને વીઆરએસ આપવાનો આદેશ આવ્યો છે.

વીઆરએસ બાદ શું બોલ્યા અમિતાભ ઠાકુર

અમિતાભ ઠાકુરે ટ્વીટ કરતા લખ્યુ છે કે, મને હાલમાં જ VRS (લોકહિતમાં સેવાનિવૃતિ) આદેશ મળ્યો છે. સરકારને હવે મારી સેવાની જરૂર નથી. જય હિન્દ.

આ બેંચના છે IPS

અહીં ઉલ્લેખનીય છે કે, અમિતાભ ઠાકુર 1992 બેચના IPS છે. આ ઉપરાંત તેમને લખવાનો પણ શોખ છે. અમિતાભ ઠાકુર હંમેશા ચર્ચામાં રહે છે. અખિલેશ સરકારમાં મુલાયમ સિંહના વિવાદીત વિડીયો વાયરલ થયાં બાદ તેમને સસ્પેંડ કરવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ આરોપ હતો કે, 16 નવેમ્બર 1993ની આઈપીએસ સેવા પ્રારંભ કરતી વખતે તેમની સંપત્તિની વિગતો આપી નહોતી. આ સાથે જ તેમણે 1993થી 1999 સુધી વર્ષવાર સંપત્તિ વિવરણ શાસનને એક સાથે આપ્યુ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો