Last Updated on March 21, 2021 by
ક્યારેક મોબાઈલ ઉપર કોઈ સાથે વાત કરો છો કે મનપસંદ મ્યુઝિ સાંભળો છો તો ઈયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય વાત છે. આપણી આસપાસ એવા યુવાઓ તો જરૂર જોવા મળે છે જે સતત કાનોમાં ઈયરફોન લગાવે છે. ક્યારેક તમે પણ આવું કર્યું જ હશે. અથવા તો તમે પણ વધારે ઈયરફોનનો ઉપયોગ કરતા હો, તો પરેશાનીઓ સામનો કરવો પડી શકે છે. કારણ કે ઈયરફોનનો વધારે પ્રયોગ તમારા કાનને નુકશાન પહોંચાડી શકે છે. જે તમને બહેરા પણ કરી શકે છે. ત્યારે આવો અમે તમને જણાવીએ છીએ કે વધુ પડતા ઈયરફોનનો ઉપયોગ કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે.
ચેપની સંભાવના: લાંબા સમય સુધી ગીત સાંભળવાથી કાનમાં ચેપ લાગી શકે છે. જ્યારે પણ તમે કોઈની સાથે ઇયરફોન શેર કરો તો તેને સેનિટાઇઝરથી સાફ કરવાનું ભૂલશો નહીં.
બહેરાશની સમસ્યા: ઇયરફોનનો વારંવાર ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા 40થી 50 ડેસિબલ્સ પણ ઘટી જાય છે. કાનનો પડદો વાઇબ્રેટ થવા લાગે છે. દૂરનો અવાજ સાંભળવામાં પણ સમસ્યા થાય છે. એટલે સુધી કે તેનાથી બહેરાશ પણ થઈ શકે છે. તમામ ઇયરફોનમાં હાઇ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો પ્રયોગ કરવાથી તમે કાયમની માટે સાંભળવાની ક્ષમતા ખોઇ શકો છો.
માનસિક સમસ્યાઓ: જોરથી અવાજ સાંભળવાથી માનસિક સમસ્યા, હ્રદયરોગ તેમજ કેન્સરનું જોખમ પણ વધે છે.
મગજ પર પણ ખરાબ અસર: ઇયરફોનથી લાંબા સમય સુધી ગીત સાંભળવાથી મગજ પર પણ તેની ખરાબ અસર પડે છે. આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે ઇયરફોનનો ભાગ્યે જ ઉપયોગ કરો.